- 1 થી 3 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
- ખેડૂતોને પોતાનો માલસમાન યોગ્ય જગ્યાએ રાખવા કરાઈ તાકીદ
- APMCમાં પણ માલ-સામાન યોગ્ય જગ્યાએ રાખવા જાણ તાકીદ
આગામી દિવસોમાં બનાસકાંઠા, સાંબરકાઠા, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ સહિત નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી હોય વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત તકેદારી રાખવી જરૂરી છે.
જ્યાં કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. સાથે જ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તેમજ ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.
આ સાથે જ એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા વેચાણ અર્થે આવતી પેદાશો અટકાવવી/ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર પર ટોલ ફ્રી નંબર – 18001801551 નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતને સૂચના આપવામાં આવી છે.


