- માલદીવના રાષ્ટ્રપતિએ ભારતીય સૈનિકોને પરત જવા 10 માર્ચની ડેડલાઈન આપી
- ભારત અને માલદીવ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે વિવાદ
- માલદીવમાંથી કુલ એક હજારનો સ્ટાફ ભારત પરત ફરશે
છેલ્લા ઘણા સમયથી ભારત-માલદીવ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ચીનથી પરત ફર્યા બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુએ ભારતીય જવાનોને ભારત જવાનું કહ્યું છે. જો કે બાદમાં બે દેશો વચ્ચે બેઠકોનો દોર ચાલ્યા બાદ માલદીવમાંથી ભારતીય જવાનોને બદલવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે
ભારતીય ટેકનિકલ સ્ટાફની પ્રથમ ટીમ માલદીવ પહોંચી ગઈ છે. આ ટીમ 10 માર્ચે ભારત પરત ફરી રહેલા સૈનિકોની જગ્યા લેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માલદીવના રક્ષા મંત્રાલયે આ જાણકારી આપી છે.
વાસ્તવમાં, ભારત અને માલદીવ વચ્ચે સમજૂતી થઈ છે કે ભારતીય સૈનિકો 10 મે સુધીમાં તેમના દેશમાં પરત ફરશે અને માલદીવનું રેસ્ક્યુ યુનિટ ભારતીય ટેકનિકલ સ્ટાફ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ કરારનો પ્રથમ તબક્કો 10 માર્ચ સુધીમાં પૂર્ણ થશે.
ડિસેમ્બર 2023માં દુબઈમાં ક્લાઈમેટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ વચ્ચે ભારતીય સૈનિકો પાછા ખેંચવાને લઈને વાતચીત થઈ હતી. ડિસેમ્બર 2023માં દુબઈમાં ક્લાઈમેટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ વચ્ચે ભારતીય સૈનિકો પાછા ખેંચવાને લઈને વાતચીત થઈ હતી.
માલદીવમાં ત્રણ ટેક ઓફ પ્લેટફોર્મ
માલદીવના વિદેશ મંત્રાલય અનુસાર, માલદીવમાં ભારતના ત્રણ એવિએશન પ્લેટફોર્મ છે. આમાંથી એક પર હજાર સૈનિકો 10 માર્ચ સુધીમાં ભારત પરત ફરશે. આ પછી, વધુ બે પ્લેટફોર્મ પર હાજર ભારતીય સૈનિકો 10 મે સુધીમાં તેમના દેશમાં જશે.
માલદીવમાં લગભગ 80 ભારતીય સૈનિકો છે. તે બે હેલિકોપ્ટર અને એક એરક્રાફ્ટનું સંચાલન સંભાળે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બચાવ અથવા સરકારી કામોમાં થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, માલદીવમાં ભારતીય હેલિકોપ્ટર અને વિમાનોએ ત્યાંના લોકોને માનવતાવાદી સહાય અને તબીબી કટોકટીમાં મદદ કરવાનું ચાલુ રાખવું જોઈએ. આ કામગીરી સંભાળવા માટે જ ટેકનિકલ સ્ટાફ મોકલવામાં આવ્યો છે.
માલદીવના સંરક્ષણ મંત્રાલયે કહ્યું- ભારતીય ટેકનિકલ સ્ટાફની પ્રથમ ટીમ આવી છે. તેઓ દેશના દક્ષિણ છેડે સ્થિત Adduમાં હેલિકોપ્ટર ચલાવશે. અડ્ડુમાં તૈનાત ભારતીય સૈનિકો 10 માર્ચે ભારત જવા રવાના થશે.


