સરસ્વતી શિશુમંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
શૈક્ષણિક સ્ટાફ પરિવારે સામૂહિક યોગાભ્યાસ કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરમાં ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે શહેરના મારૂતિનગર ખાતે આવેલા પ્રવીણકાકા મણીઆર કેમ્પસના સરસ્વતી શિશુમંદિરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનાં સ્વયંસેવક રૂપાલીબેન પરીખ તથા તેમની ટીમના દેવર્ષિ ગગલાણી, કંદર્પ સોરઠિયા અને ધૈર્ય વ્યાસ વિશેષ યોગ પ્રશિક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એ જ પ્રકારે રણછોડનગરમાં આવેલા સરસ્વતી શિશુમંદિરમાં અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટરમાંથી સેવાસેતુ પ્રોજેક્ટ અંતર્ગત દિવ્યાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.


