- પીએમ સૂર્યઘર યોજનાને કેબિનેટની મળી મંજૂરી
- સોલર પેનલ લગાવવા સરકાર આપશે સબસિડીનો લાભ
- કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી જાણકારી
પીએમ મોદીએ પીએમ સૂર્યઘર યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ સરકાર સોલર પેનલ લગાવવા પર સબસિડીનો લાભ આપે છે. આ ઉપરાંત યોજના હેઠળ 1 કરોડ ઘરને 300 યુનિટ વીજળી મફત મળી શકશે. આ યોજનાનું પહેલા સૂર્યોદય યોજના નામ હતું. જો કે હવે આ યોજનાને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી.
યોજના કેબિનેટમાં થઇ મંજૂર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ એક કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી મળશે.
13 ફેબ્રુઆરીએ યોજના કરી હતી લૉન્ચ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી મળશે અને વાર્ષિક 15,000 હજાર રૂપિયાની બચત થશે. પીએમ મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરીએ લોન્ચ કરી હતી.
કેન્દ્ર સરકાર કેટલી આપશે સબસિડી ?
- 1 kW સિસ્ટમ માટે 30,000 રૂપિયાની સબસિડી
- 2 kW સિસ્ટમ માટે રૂ. 60,000
- 3 kW અથવા વધુ ક્ષમતા ધરાવતી સિસ્ટમ માટે રૂ. 78,000


