- કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ગગડતા ઠંડી વધારો
- પોરબંદરમાં 14.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.6 તાપમાન
- રાજ્યમાં કમોસમી વરસાદથી રાહત મળશે
હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાશે. તેમજ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી વધારો થશે. તથા 5 માર્ચથી રાજ્યમાં ગરમી અનુભવાશે. રાજ્યમાં માર્ચ મહિનો ગરમ રહેશે.
રાજ્યમાં કમોસમી વરસાદથી રાહત મળશે
તેમજ રાજ્યમાં કમોસમી વરસાદથી રાહત મળશે. તથા રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. ત્યારે 11.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં તાપમાન 14.8 ડિગ્રી નોંધાયુ છે. તથા ગાંધીનગરમાં 14.6 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન છે. ભુજમાં 13.1 ડિગ્રી, કંડલામાં 12 ડિગ્રી તાપમાન છે. તેમજ રાજકોટમાં 13.2 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન છે.
પોરબંદરમાં 14.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.6 તાપમાન
પોરબંદરમાં 14.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.6 તાપમાન છે. કેશોદમાં 13.4 તાપમાન નોંધાયું છે. ગઇકાલે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોની ચિંતા વધી હતી. દાહોદ, ઝાલોદ, લીમડી, લીમખેડામાં વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂક્યા હતા. જો કે હાલ વરસાદે વિરામ લેતા ખેડૂતો રાહતનો શ્વાસ લીધો છે.
કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ગગડતા ઠંડી વધારો
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ કમોસમી વરસાદે ધોધમાર રીતે એન્ટ્રી કરી હતી. રાજકોટમાં સહિતના આસપાસના ગામડામાં કમોમસી વરસાદે ચોમાચા જેવો માહોલ સર્જ્યો હતો. ભાવનગરમાં માવઠાના કારણે શહેરમાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લામાં પણ મહામાં અષાઢ જેવો મહાલો સર્જાયો હતો. જિલ્લામાં બદલાયેલા હવામાનના પગલે કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ગગડતા ઠંડી વધારો થયો છે.


