- સંદેશખાલી કેસ હાઇકોર્ટના આદેશથી હવે સોંપાયો છે સીબીઆઇને
- મમતા બેનર્જી હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રિમ કોર્ટમાં ગયા
- સુપ્રિમ કોર્ટમાં જલ્દી સુનાવણીની કરી હતી માંગ
કોલકાતા હાઈકોર્ટે ગઈ કાલે સંદેશખાલી કેસમાં આરોપી શાહજહાં શેખને સીબીઆઈને સોંપવા કહ્યું હતું. હાઈકોર્ટના નિર્ણય સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી છે. પશ્ચિમ બંગાળ સરકાર વતી એડવોકેટ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા.


