- ઇન્ડિયા ગઠબંધનની અસર ભારત જોડો ન્યાય યાત્રામાં પડી
- બપોરે 3.00 કલાકે ન્યાય યાત્રા ગુજરાત પહોચશે
- ઝાલોદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ન્યાય યાત્રાનું સ્વાગત કરશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આજે ગુજરાતમાં પ્રવેશ થશે. જેમાં બપોરે 3.00 કલાકે ન્યાય યાત્રા ગુજરાત પહોચશે. તેમાં ઝાલોદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ન્યાય યાત્રાનું સ્વાગત કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 4 દિવસમાં 7 જિલ્લામાં ફરશે. ગુજરાતમાં ન્યાય યાત્રા 400થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે.
રાહુલ ગાંધી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે
રાહુલ ગાંધી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. તેમાં કંબોઇના ગુરૂ ગોવિંદ ધામ, પાવગઢ તળેટીની મુલાકાત લેશે. હરસિધ્ધી માતાજી મંદિરમાં રાહુલ ગાંધી દર્શન કરશે. રાજપીપળા અને બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. તેમજ રાહુલ ગાંધી ગુજરાતમાં 6 જાહેર સભાને સંબોધશે. 27 કોર્નર મિટિંગની આયોજન કરવામાં આવ્યું છે. 70થી વધુ જગ્યાઓ પર સ્વાગત કરવામાં આવશે. 10 માર્ચે ‘ભારત જોડો ન્યાયયાત્રા’ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.
ઇન્ડિયા ગઠબંધનની અસર ભારત જોડો ન્યાય યાત્રામાં પડી
ઇન્ડિયા ગઠબંધનની અસર ભારત જોડો ન્યાય યાત્રામાં પડી છે. જેમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં AAP જોડાશે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ યાત્રાનું સ્વાગત કરશે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સહિત પાર્ટીના શીર્ષ નેતાઓ ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરશે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, મનોજ સોરઠીયા, સાગર રબારી સહિતના નેતાઓ યાત્રામાં જોડાશે.


