- વિજાપુરમાં વ્યાજખોરના ત્રાસથી આપઘાત કેસના ઘેરા પ્રત્યાઘાત
- વ્યાજખોરો સામે કડક કાર્યવાહી માટે વિજાપુરમાં મૌન રેલી
- હિરપુરા ગામે મનોજ પટેલે વ્યાજખોરના ત્રાસથી કર્યો હતો આપઘાત
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયત પૂર્વ મહિલા પ્રમુખ રેણુકાબેન પટેલના પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી, મનોજભાઇ પટેલ નામના વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,આ કેસમાં પોલીસે બે આરોપીઓને વિજાપુરના લાડોલ ગામેથી દબોચ્યાં હતા,ત્યારે આજે વધતા વ્યાજખોરોના ત્રાસને લઈને પાટીદાર સમાજના લોકોએ મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
શું હતો સમગ્ર કેસ
વિજાપુરના હિરપુરા ગામના મનોજ શંકરભાઈ પટેલે વિજાપુર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રેણુંસિંહ ઉર્ફે દિપારામ દીનેશસિંહ ચૌહાણ, પિયુષ દેસાઈ અને સંજય દેસાઈ પાસેથી 15 લાખ રુપિયા હાથ ઉછીના પેટે લીધા હતા. આ ઉપરાંત મહાકાળી ઇલેક્ટ્રિક વાળા ભરત રામાભાઈ પટેલ પાસેથી પણ બે-ત્રણ લાખ રુપિયા હાથ ઉછીના લીધા હતા. જે રકમને ચુક્તે કરવા જતા આરોપી રેણુંસિંહ સહિતનાઓએ 10 થી 20 ટકા વ્યાજ ગણ્યું હતુ અને ચક્રવૃદ્ધી વ્યાજ ગણી લઈને ચારેય જણાએ 40 થી 45 લાખ રુપિયા વસૂલ કર્યા હતા.તો મનોજ પટેલે રૂપિયાની ચૂકવણી કરી હતી તેમ છત્તાં વ્યાજખોરો વ્યાજ માંગી રહ્યાં હતા તે કારણે કર્યો હતો આપઘાત.
લાંબા સમયે પકડાયાં આરોપી
આપઘાત કેસને લઈ પોલીસે જે તે સમયે સુસાઈડ નોટના આધારે નામજોગ ફરિયાદ નોંધી હતી.પરંતુ આરોપીઓ પોલીસ પકડની બહાર હતા.ઘટના બન્યાના 15 દિવસ બાદ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે,તો પોલીસે સઘન પૂછપરછ હાથધરી છે,આરોપીઓએ અગાઉ કોઈ પાસેથી વધારે વ્યાજ વસૂલ્યું છે કે નહી તેને લઈને પણ તપાસ હાથધરાઈ છે.
વ્યાજખોરો સામે હતી પોલીસની મેગા ડ્રાઈવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવતી હતી,અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી હતું.ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પણ પોલીસ રાખતી હતી,ત્યારે હવે પોલીસ ફરીથી વ્યાજખોરો સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.


