- બાળકોની હાજરીમાં શિક્ષકો ખુલ્લેઆમ તમાકુ ખાય છે : COS
- જીવન ઘડતરના બદલે વ્યસનના પાઠ ભણીને જાય તે મોટું લાંછન’
- COS દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી
રાજ્યની સ્કૂલોમાં બાળકોની હાજરીમા જ શિક્ષકો તેમજ આચાર્યો તમાકું ખાતાં હોવાનું ખુદ સ્કૂલ ઓફ કમિશનર કચેરી (COS) દ્વારા સ્વિકાર્યું છે. COS દ્વારા તમામ જિલ્લાના ડીઈઓ મારફતે સ્કૂલોને જણાવ્યું છે કે, બાળકો જીવન ઘડતરના બદલે વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે મોટુ લાંછન છે. જેથી હવે જો ચાલે ક્લાસે મસાલો ખાતાં પકડાશો તો ફોજદારી ગુનો નોંધાશે તેવી આડકતરી રીતે COS દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીઈઓને લખેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળામાં કે શાળાની અમુક ત્રિજ્યાના અંતર સુધી તમાકુ કે સિગારેટ-મસાલા જેવા તમાકુના ઉત્પાદનો ના વેચાણ થાય છે. આ સિવાય શાળામાં શિક્ષકો કે આચાર્ય દ્વારા ખુલ્લેઆમ બાળકોની સમક્ષ તમાકુ કે મસાલા મસળીને ખાતા જોવા મળે છે. જેથી શિક્ષણના મંદિરમાં બાળકોને જીવન ઘડતરના પાઠ શિખવવાના હોય છે ત્યાં વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે શિક્ષણ જગત માટે ખૂબ જ લાંછનીયા બાબત છે.


