- ગાંધીનગરમાં આવેલી જમીન ટ્રસ્ટને દાનમાં આપી
- સેક્ટર-1માં આવેલો પ્લોટ ટ્રસ્ટને સોંપ્યો
- સ્વ.અરુણ જેટલીનો પ્લોટ પણ ટ્રસ્ટને આપ્યો
વડાપ્રધાન મોદી દ્વારા ગાંધીનગરમાં વધુ એક મહત્વની ભેટ આપી છે. જેમાં વડાપ્રધાન મોદીએ પોતાની અને ભાજપના વરિષ્ઠ સ્વર્ગસ્થ નેતા અરૂણ જેટલીને ફાળવવામાં આવેલા પ્લોટની જમીન ટ્રસ્ટને દાનમાં આપવામાં આવી છે. જેના પર નાદ બ્રહ્મ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે.
ગાંધીનગરમાં વધુ એક ભવ્ય ઈમારતનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વર્ગસ્થ નેતા અરૂણ જેટલીને ફાળવવામાં આવેલા પ્લોટની જમીન ટ્રસ્ટને દાનમાં આપવામાં આવી છે. આ માટે ગાંધીનગરના સેક્ટર-1માં આવેલો પ્લોટ ટ્રસ્ટને સોંપ્યો છે.
જેના માટે ટ્રસ્ટ દ્વારા સંગીત ક્ષેત્રે મહત્વની બિલ્ડીંગ બનવા જઈ રહી છે. આ માટે 16 માળની નાદ બ્રહ્મ બિલ્ડીંગ બનશે. આ સાથે જ ગાંધીનગરમાં સંગીત ક્ષેત્ર માટે મહત્વની જગ્યા બનશે. જે જગ્યા પરથી સંગીત શિક્ષણ ક્ષેત્રે નવું યોગદાન મળવા જઈ રહ્યું છે.


