- મણિપુર પોલીસ સહિત NIA અને CRPFએ સંયુક્ત ઓપરેશન
- UNLFના 2 મુખ્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી
- યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (P)ને બનાવ્યું નિશાન
મણિપુર પોલીસ સહિત NIA અને CRPFએ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને UNLF-P ના 2 મુખ્ય સભ્યોની ધરપકડ કરી છે. અધિકારીએ સમગ્ર મામલે જાણકારી આપતા જણાવ્યું હતું કે, થોકચોમ થોઇબા અને UNLF-P સાથે સંકળાયેલા લેફ્ટનન્ટ કર્નલ લાઈમયુમ ઈંગબાની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.
મણિપુર પોલીસ અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતીં કે, મણિપુર પોલીસે NIA અને CRPF દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (P) ને નિશાન બનાવ્યું છે. બે મહત્વપૂર્ણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પ્રતિબંધિત સંગઠનના સ્વયં-ઘોષિત આર્મી ચીફ થોકચોમ થોઇબા અને UNLF (P) સાથે સંકળાયેલા લેફ્ટનન્ટ કર્નલ લાઈમયુમ ઈંગબાની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ થોઇબાની ધરપકડ તરફ દોરી જતી માહિતી માટે રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી.


