- ઉત્તરવહીમાં ચલણી નોટ મુકનારને રૂ.2500ની પેનલ્ટી
- નોટ મુકનાર 6 મહિના સુધી પરીક્ષાને લાભ નહી મળે
- અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારને રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવશે
VNSGUનો પરીક્ષાને લઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઉત્તરવહીમાં ચલણી નોટ મુકનારને રૂપિયા 2500ની પેનલ્ટી કરવામાં આવશે. તેમજ નોટ મુકનારને 6 મહિના સુધી પરીક્ષાને લાભ મળશે નહી. તેમજ પૂરક પરીક્ષાનો લાભ પણ મળશે નહિ.
અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારને રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવશે
પ્રશ્નના જવાબમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારને રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવશે. તથા તમામ બ્લોક અને સ્ટ્રોંગરૂમના કેમેરા ફરજિયાત ચાલુ રખાશે. કાપલી કે માઇક્રો ઝેરોક્ષ સહિતનું કોઈ પણ લખાણ મળશે તો તેને રૂપિયા 500 પેનલ્ટી લગાવવામાં આવશે. તેમજ પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો પછી તેને રૂપિયા 1,000ની પેનલ્ટી થશે. તે સાથે જ વિદ્યાર્થીએ માનસિક ફિટનેશનું સર્ટિફિકેટ આપવું પડશે. તો જ અગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકાશે.
વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેને પેનલ્ટી ભોગવવી પડશે
પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક અને સ્ટ્રોંગરૂમના કેમેરા ફરજિયાત ચાલુ રાખવા પડશે. તેમજ કેમેરા ચાલુ નહિ હોય તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવાશે. રાજ્યમાં હાલ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. હવે પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેને પેનલ્ટી ભોગવવી પડશે.


