- કંગાળ પાકિસ્તાન ચીનના દેવામાં ડૂબ્યું હોવા છતાં મિત્રતાના ખોટા દેખાડા કરે છે
- ભારતે હંમેશા CPEC પ્રોજેક્ટનું વિરોધ કરતું આવ્યું છે
- શહબાઝ શરીફ CPECપ્રોજેક્ટના બીજા તબક્કા પર કામ કરવા માંગે છે
કંગાળ પાકિસ્તાન ચીનના ભારેખમ દેવામાં ડૂબાયેલું છે. દેવાની ઓથે ઉછરતી મિત્રતાને દુનિયા જાણે છે. પાકિસ્તાન આવી કંગાળ સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. તાજેતરમાં શહબાઝ શરીફે સરકારે ફરી સત્તા સંભાળી લીધી છે. સત્તા સંભાળતા જ શહબાજે ભારત વિરોધી જાહેરાત કરી છે. શહબાઝ શરીફે ચીન સાથે મળીને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર એટલે કે CPEC પ્રોજેક્ટને આગળ વધારવા માગે છે.
ભારત આ પ્રોજેક્ટનો સતત વિરોધ કરી રહ્યું છે. ભારતના વિરોધ છતાં શહબાઝ આ પ્રોજેક્ટના બીજા તબક્કા પર કામ કરવા માંગે છે. પાકિસ્તાન કપટી ચીનને તેનો ‘લોખંડી ભાઈ’ કહે છે. પાકિસ્તાનના આવા પગલાથી ભારત અને પાડોશી દેશ પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરી શકે છે.
જાણો CPEC પર શહબાઝ શરીફે શું કહ્યું?
શહબાઝ શરીફે તેમના પ્રથમ સંસદીય ભાષણમાં ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) પર ચર્ચા કર્યા પછી, શહબાઝે ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી. શહબાઝે ચીનને ‘આયર્ન બ્રધર’ કહ્યું હતું. આ સિવાય તેમણે કહ્યું કે બંને દેશોએ મુશ્કેલીઓ છતાં સહયોગ ચાલુ રાખવો જોઈએ અને CPEC પ્રોજેક્ટના બીજા તબક્કા તરફ આગળ વધવું જોઈએ. પાકિસ્તાન અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોના 73 વર્ષ પૂર્ણ થવા પર શાહબાઝે કહ્યું કે પાકિસ્તાન અને ચીનના નેતાઓએ સતત દ્વિપક્ષીય મિત્રતા વધારી છે.
CPEC પ્રોજેક્ટ PoKમાંથી પસાર થાય છે
શહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન CPECના બીજા તબક્કા માટે ચીન સાથે કામ કરવા તૈયાર છે. શહબાઝે આ કોરિડોર દ્વારા ટેકનોલોજી અને કૃષિ વધારવાની વાત કરી હતી. જો કે તેમનું પગલું સીધું ભારત વિરોધી છે. કારણ કે CPEC POKમાંથી પસાર થાય છે, જે ભારતનો ભાગ છે. ભારત હંમેશા આ અંગે વિરોધ કરતું આવ્યું છે.


