- CEOના પત્રને દાદ આપતું હાફેશ્વર પાણી પુરવઠા વિભાગ
- નગરજનોને હાલમાં મહદ અંશે પીવાના પાણીની થયેલી રાહત
- ચાલુ વર્ષે પણ તાજેતરમાં પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા હતા
છોટાઉદેપુર નગરમાં દર વર્ષે માર્ચ મહિનાથી પાણીનો કાળો કકળાટ શરૂ થઈ જાય છે. જે સમસ્યા વર્ષો વર્ષ થી ચાલતી આવી છે. સમસ્યાને પહોંચી વળવા આશીર્વાદરૂપ હાફેશ્વરથી દાહોદ પાણી પ્રોજેક્ટ દ્વારા છોટાઉદેપુર ને પાણી મળી રહ્યું છે. ચાલુ વર્ષે પણ તાજેતરમાં પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા હતા. પાણી ગંધુ કચરાવાળું આવતું હોય જે બાબતને ધ્યાને લઈ છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર ભાવિન બરજોડ દ્વારા પાણી પુરવઠા હાફેશ્વરને પત્ર લખી રોજનું 5 લાખ 50 હજાર લીટર પાણી મગાવ્યું હતું. જે પાણી શરૂ થજતા નગરજનોને રાહત થઇ છે.
છોટાઉદેપુરની 35,000ની વસતીને પાણી પૂરું પાડતા ઓરસંગ નદી આધારિત બે વોટરવર્કસ છે. જે વોટર વર્કસમાં છેલ્લા 15 વર્ષથી પાણીના સ્તર ઊંડા ઊતરતા માર્ચ મહિનામાં જ પાણીનો કકળાટ શરૂ થાય છે. અધૂરામાં પૂરું કુદરતી રીતના જે પાણી રેતીમાં ગળાવું જોઈએ અને ચોખ્ખું થવું જોઈએ તે થતું નથી. અને કૂવામાં ખરાબ પાણી આવતું હોય છે. રેતીના સ્તર ઓછા થઈ જવાના કારણે પાણી ગળાતું નથી. અગાઉના વર્ષોમાં જૂન મહિના સુધી પાણી ઓરસંગ નદીમાં રહેતું હતું. જે હવે માર્ચ મહિનામાં જ ખલાસ થાય છે. જે સમસ્યા ઓરસંગ નદીમાં રેતી ખનન કરતા રેતી માફ્યિાઓને આભારી છે. જેના કારણે હવે નદીમાં રેતી રહી નથી. માત્ર પથ્થર અને કાંકરા રહી ગયા છે.
પ્રજાની દર વર્ષની સમસ્યાને નિવારવા અર્થે રોજે રોજ પાણી મળી રહે તે માટે નગર પાલિકા દ્વારા રૂા. 7 કરોડના ખર્ચે ઓરસંગ નદી પર ચેકડેમ બનાવ્યો હતો. પરંતુ ડેમમાં સંગ્રહાયેલા પાણીના પણ સ્તર ઉંડા ઉતર્યા છે. જેના કારણે હવે ચેક ડેમમાં સંગ્રહ કરેલું પાણી પ્રજાને મળતું નથી. જ્યારે પાણી ગંદુ અને કચરાવાળુ દૂષિત આવતું હોય જે પ્રજાના સ્વાસ્થ્ય માટે જોખમી છે. સંગ્રહાયેલું પાણી લીલવાળું હોય જે પાણી ચામડીના રોગોને નોતરું આપે છે. જ્યારે 35,000ની વસતીને શુદ્ધ પાણી પૂરું પાડવા રૂા.84 લાખના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે. પરંતુ એક જ દિવસે પૂરેપૂરું પાણી ફ્લ્ટિર કરે તેવી તેની ક્ષમતા ન હોય પ્રજાને દૂષિત પાણી મળે છે. જેથી હાલમાં હાફેશ્વરથી પાણી મગાવ્યું છે. જે શુદ્ધ હોય આ પાણી દરરોજ મગાવાશે. જ્યારે ઓરસંગમાં નવા નીર આવશે. ત્યાં સુધી હાફેશ્વરથી પાણી નગરપાલિકા મગાવશે અને પ્રજાની તકલીફેમાં રાહત થશે.


