મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ કર્યો આપઘાત
સિંગણપોર વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી કાર્યવાહી
સુરતમાં એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ,મહિલા કોન્સ્ટેબલે કે જેઓ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા અને અચાનક આપઘાત કરી લેતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ છે,ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.તો પોલીસને મૃતક મહિલા પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે,સુસાઈડ નોટમાં શું છે તેનો કંઈ ઉલ્લેખ હજી સુધી પોલીસે કર્યો નથી.હાલમાં પોલીસે પરીવારનો સંપર્ક કર્યો છે અને નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે,મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે.
મહિલાના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ
આપઘાત કરવાથી સમસ્યા દૂર નથી થતી,વાત કરવાથી સમસ્યાનું નિરાકરણ આવે છે,દિવસેને દિવસે લોકોની સહન શકિત ઘટતી જાય છે અને જિંદગીથી હારી આપઘાત કરતા હોય છે,સુરતમાં આજે સિંગણપોર પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે,કયાં કારણોસર આપઘાત કર્યો તેની માહિતી હજી સુધી સામે આવી નથી,હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે,અને તે ખુલાસાઓને આધારે ગુનો પણ નોંધાઈ શકે છે.
29 ફેબ્રુઆરી 2024 મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
અમદાવાદમાં 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.તો પોલીસે તેના પ્રેમી સામે પણ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો,તો બીજી તરફ પ્રેમીને પણ લાગી આવતા તેણે પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.


