- બેનરોમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધનું લખાણ
- બેનરોથી વિવિધ ચર્ચાઓ શરૂ થઇ છે
- બેનરો વ્હાઇટ બેગ્રાઉન્ડમાં કાળા અક્ષરોમાં ચિતરાયા
વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા છે. જેમાં કારેલીબાગ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. તેમજ બેનરોમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધનું લખાણ લખવામાં આવ્યું છે. મધરાત્રે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બેનરો લાગ્યા છે.
રંજનબેન વિરુદ્ધના બેનરોથી વિવિધ ચર્ચાઓ શરૂ
કારેલીબાગ વિસ્તારમાં આવેલ સોસાયટીઓના નાકા પર રંજનબેન વિરુદ્ધના બેનરોથી વિવિધ ચર્ચાઓ શરૂ થઇ છે. જેમાં ગાંધીપાર્ક, વલ્લભપાર્ક, જાગૃતિ, ઝવેરનગર, લલ્લુભાઈ પાર્ક અને સંગમ સોસાયટીની બહાર બેનરો જોવા મળ્યા છે. જેમાં બેનરો વ્હાઇટ બેગ્રાઉન્ડમાં કાળા અક્ષરોમાં ચિતરવામાં આવ્યા છે. જેમાં બેનરોમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધનું લખાણ છે. સોસાયટીઓ બહાર લગાવેલા બેનરોમાં જોવા મળ્યા જેમાં નીચે મુજબના લખાણો છે.
પ્રથમ પાંચ વર્ષ ત્રીકમ, બીજા પાંચ વર્ષ પાવડો અને હવે શું જેસીબી ?
સત્તાના નશામાં ચૂર “ભાજપા”કોઈને પણ ઠોકી બેસાડશે વડોદરાની જનતાની નિ:સહાય, કેમકે જનતા મોદી પ્રિય છે. મોદી તુજસે વેર નહી રંજન તેરી ખેર નહીં. વડોદરાને વિકાસ ક્યાં ગયો, કોના ઘરમાં કે ગજવામાં ? જનતા માગે છે તપાસ. પ્રથમ પાંચ વર્ષ ત્રીકમ, બીજા પાંચ વર્ષ પાવડો અને હવે શું જેસીબી ? ના બેનરો લાગ્યા છે.


