કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં જાહેરાત
રૂપાલા, કુંડારિયા, રામભાઇ મોકરિયા, મુકેશ દોશી, રાજુ ધ્રુવ સહિતના અગ્રણીઓની હાજરીમાં તમામ બાબતએ સ્પષ્ટતા
રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિધાન સામે ઉઠેલા વિરોધના પગલે તેમની રાજકોટમાંથી ઉમેદવારી પઆછી ખેંચવાની અટકળોને આજે શહેર ભાજપે પૂર્ણવિરામ મૂકી દીધો હતો. કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પરશોત્તમ રૂપાલા, મોહન કુંડારિયા, રામભાઇ મોકરિયા તથા આગેવાનોની આગેવાની માં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં મુકેશ દોશી, પરશોત્તમ રૂપાલા, રામભાઇ મોકરિયા, રાજુ ધ્રુવ સહિત તમામ અગ્રણીઓ ઉમેદવાર બદલવાની અટકળોને ફગાવી દીધી હતી.
તાજેતરમાં તેઓ દિલ્હી જય રહ્યા હોવાની બાબતોને કારણએ અટકળો તેજ બની હતી. તે અંગે ખુદ રૂપાલાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ મારો પૂર્વ નિશ્ચિત કાર્યક્રમ હતો. રાજકોટમાં આ દિવસોમાં મારો કોઈ કાર્યક્રમ ન્ હોવાથી આ તારીખ નક્કી કરી હતી. જેની સ્થાનિક લેવેલે જાણ પણ કરી દીધી હતી. ઉમેદવારી પત્રમાં મોહનભાઇ કુંડારિયાના નામ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેમનું ડમી ઉમેદવારી પત્ર ભરવાનું નક્કી થયું છે તે પહેલેથી જ નક્કી હતું. હું મુખ્ય ઉમેદવાર છું મારે પક્ષ વ્યવસ્થા મુજબ મુખ્ય ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું થાય છે . તેમણે તમામ પ્રકારની અટકળો ફગાવી જણાવ્યું હતું કે, હું રાજકોટથી જ ચૂંટણી લડીશ.
પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓએ આ વાત દોહરાવી હતી અને જણાવ્યું હતું કે રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પરશોત્તમભાઈ રૂપાલા જ ચૂંટણી લડશે. માધ્યમો સમક્ષ પ્રવક્તા રાજુ ધ્રુવે તમામ અટકળોને રદિયો આપતા જણાવ્યું હતું કે, રાજકોટથી રૂપાલાની ઉમેદવારી નિશ્ચિત છે.
આ તબક્કે મીડિયા દ્વારા રાજકોટમાં ચાલતા વિરોધ અંગે રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે, આ બાબતે પરશોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માંગી છે અને પક્ષ પણ પોઝિટિવ છે. ક્ષત્રિય સમાજ સાથે હજુ પણ વાટાઘાટોના દ્વાર ખુલ્લા છે. રૂપાલાની દિલ્હી જવાની બાબત અગાઉથી નિશ્ચિત હોવાથી આ બાબતે વધુ ખુલાસાની જરૂર નથી જણાતી.


