- બાગચીને ઓક્ટોબરમાં UNમાં કાયમી પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવ્યા હતા
- ટેડ્રોસ-બાગચી વચ્ચે વૈશ્વિક આરોગ્યને લઈને થઈ ચર્ચા
- ભારત-WHOના પરસ્પર હિતના કેટલાંક મુદ્દાઓ પર પણ કરાઇ ચર્ચા
સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતના કાયમી પ્રતિનિધિ અરિંદમ બાગચીએ મંગળવારે જીનીવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે વૈશ્વિક સ્વાસ્થ્યમાં ભારત-WHO સહયોગના ક્ષેત્રોના સંદર્ભમાં કરવામાં આવી હતી.
મજબૂત બની રહ્યા છે સંબંધો
બાગચીએ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર (X) પર લખ્યું, ‘વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવી રહ્યા છીએ.’ ભારતના સ્થાયી મિશને લખ્યું, ‘અરિંદમ બાગચીએ WHOના ઘેબ્રેયેસસ સાથે મુલાકાત કરી. મુલાકાત દરમિયાન બંને વચ્ચે મેડિકલ અને ડિજિટલ હેલ્થ સહિત વૈશ્વિક સ્વાસ્થ્યમાં ભારત-WHO સહયોગના ક્ષેત્રો પર ચર્ચા કરી.
પરસ્પર હિતના કેટલાંક મુદ્દાઓ પર કરી ચર્ચા
ઓક્ટોબર પ્રારંભમાં ભારતના કાયમી પ્રતિનિધિ અરિંદમ બાગચીને જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના આગામી કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં, બાગચી UN હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કને મળ્યા હતા અને પરસ્પર હિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.


