માયસીપીઈ વને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
સમગ્ર દેશમાંથી ૩,૦૦૦ કર્મચારીઓ જોડાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
૨૧ જૂને ઉજવવામાં આવનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે શુક્રવારે માયસીપીઈ વનના ૩,૦૦૦થી વધુ કર્મચારીઓએ રાજકોટ સમેત ભારતમાં આવેલી સંસ્થાની ૧૮ ઑફિસમાં આયોજિત યોગ સત્રોમાં ભાગ લીધો હતો. રાજકોટ ખાતે આવેલી માયસીપીઈ વનની ઑફિસમાં આશરે ૧૦૦ કર્મચારીઓ આ યોગ સત્રમાં જોડાયા હતા.
આ પહેલ કર્મચારીઓની સુખાકારી અને કામના સ્થળે આરોગ્યપ્રદ માહોલ જાળવવા પ્રત્યે માયસીપીઈ વનની નિરંતર કટિબદ્ધતાને દર્શાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન ફિટનેસ અને વેલનેસ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા ઉપરાંત સંસ્થાએ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક સ્વસ્થ માહોલને પ્રોત્સાહન આપ્યું છે, જે હકીકત કંપનીના કર્મચારીઓ લાંબા સમય સુધી જળવાઈ રહેવાના ઊંચા દર પરથી સ્પષ્ટ થાય છે. હાલમાં ૧૫૦થી વધુ કર્મચારીઓ છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી આ સંસ્થા સાથે જોડાયેલા છે.


