રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જણસીના ભાવ પુરા મળતા હોવાના કારણે રાજકોટ જિલ્લા ઉપરાંત અન્ય જીલ્લામાંથી પણ ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે જેમાં આજે માર્કેટયાર્ડ બહાર ચણા આવક 100000 મણ તથા ઘઉં ની આવક 170000 મણ અને અન્ય જણસીઓના ભરેલા વાહનો અંદાજે 2050થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ચણા તથા ઘઉં તથા અન્ય જણસીઓ ઉતરાઈ કરાવવામાં આવી હતી. તથા માર્કેટીંગ યાર્ડ ની બહાર 9 કિલોમીટર ની લાઇન લાગી હતી રાત્રિ ના 8 વાગ્યા થી 6 સવારે વાગ્યા સુધી પુષ્કળ પ્રમાણ માં આવક હતી રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડીરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પુરતા ભાવ મળતા હોવાના કારણે અન્ય જીલ્લામાંથી ખેડૂતો પણ પોતાની જણસી વહેંચવા માટે આવી રહ્યા છે જેમાં ધઉ,ચણાની મબલક પ્રમાણમાં આવક થઈ રહી છે.


