ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે કરણસાપીર દાદા નો ઉર્સ ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારો તેમજ હિંદુ સમાજના લોકો દ્વારા દાદાને ચાદર ચડાવી દર્શન કરવામાં આવ્યા હતા.

ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલ કરણસા પીર દાદાની દરગાહે દર સાલની પરંપરા અનુસાર ફાગણ સુદ આઠમના દિવસે દાદાનો ઉર્સ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યા મુસ્લિમ બિરાદારો તેમજ અન્ય ભક્તો હાજર રહ્યા હતા. સવારથી દાદાના દર્શનાર્થે ભક્તોની લાઈન લાગી હતી. તેમજ સાંજના સમયે દાદાને ચાદર ચડાવવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારો તેમજ હિન્દુ સમાજના લોકો હાજર રહ્યા હતા અને દર્શનનો લ્હાવો લીધો હતો. કરણસા પીર દાદાની દરગાહે હિંદુ સમાજના લોકો પણ શ્રદ્ધા ધરાવે છે. ફાગણ સુદ આઠમના રોજ ભરાતા ઉર્સ ના દિવસે સમગ્ર રણાસણ ગામના દરેક સમાજના લોકો દ્વારા દાદાને મળીદાનો પ્રસાદ બનાવીને ધરાવામાં આવે છે. સમગ્ર હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના બિરાદરો સાથે મળીને દાદાનો ઉર્સ ઉજવી હિંદુ-મુસ્લિમની એકતાનું પ્રતિક કરાવે છે.


