સમગ્ર જિલ્લામાં ૩૫૪૩૧ હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર
સૌથી વધુ સાવરકુંડલા પંથકમાં ૬૪૭૫ હેકટરમાં થયું વાવેતર
અમરેલી જિલ્લામાં આ વર્ષે ૩૫૪૩૧ હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે સારા વરસાદ બાદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાણીના તળ સારા હોવાથી ખેડૂતોએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળુ પાકનું વાવેતર કયું છે. જિલ્લામાં ઓણસાલ ભારે માત્રામાં વરસાદ પડ્યો હતો. અહીંના સાવરકુંડલા, ખાંભા તાલુકામાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો જેના કારણે હાલની સ્થિતિએ પણ નદી, ચેકડેમ અને ભૂતળમાં પાણી છે. જેના કારણે જિલ્લામાં ઓણસાલ ૩૫૪૩૧ હેકટરમાં વાવેતર નોંધાયું છે. ભૂતળમાં પાણી વધારે હોવાથી ઉનાળાના આખર સુધી પાકને પાણીની અછત નહિ સર્જાય તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. જિલ્લામાં જુદાજુદા તાલુકામાં બાજરીનું ૩૯૯૨, મગનું ૧૯૯૫, અડદનું 161, મગફળીનું ૧૩૪૫, તલનું ૧૦૯૩૧, ડુંગળીનું ૩૭૧૨, શેરડીનું ૨૨, શાકભાજીનું ૩૩૨૧ અને ઘાસચારાનું ૧૦૨૭૨ હેકટરમાં વાવેતર નોંધાયું છે. આ વર્ષે ડુંગળીના સારા ભાવ હોવાથી ખેડૂતોને મહદ અંશે સારો ફાયદો થઈ રહ્યો છે.અમરેલી તાલુકામાં થયેલ વાવેતર હેક્ટરમા 4255 ,બાબરા 1205,બગસરા 2059,ધારી 3470 ,ખાંભા4098, કુંકાવાવ 3174 ,લાઠી 1480, લિલિયા 1201, રાજુલા 5704 ,જાફરાબાદ 2310 , સાવરકુંડલા 6475 હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.


