- ઈમરાન ખાનની ધરપકડ બાદ થયેલ હિંસામાં પકડાયા હતા 100થી વધુ લોકો
- કેટલાંક લોકો પર લાગ્યા હતા લશ્કરી સંસ્થાઓ પર હુમલામાં કથિત રીતે સંડોવણીના આરોપ
- જે લોકોને એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી તેમની બાકીની સજા માફ કરાઇ
ગત વર્ષે 9મી મેના રોજ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયેલી હિંસાના કેસમાં આજે એક નવો વળાંક આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસામાં સામેલ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોને સૈન્ય કોર્ટો દ્વારા સજા ફટકારવામાં આવી હતી. જોકે, હવે ઈદને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા 20 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે આ લોકોને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા માફ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે.
ઇન્ટ્રા-કોર્ટ અપીલ (ICA)ના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરી રહી હતી. 6 સભ્યોની ખંડપીઠમાં જસ્ટિસ અમીનુદ્દીન ખાન, જસ્ટિસ મોહમ્મદ અલી મઝહર, જસ્ટિસ સૈયદ હઝહર હસન રિઝવી, જસ્ટિસ શાહિદ વાહિદ, જસ્ટિસ મુસરત હિલાલી અને જસ્ટિસ ઈરફાન સઆદત ખાનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોમવારે આ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
28મી માર્ચના રોજ અપાયો હતો ઓર્ડર
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઈમરાન ખાનની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન, લશ્કરી સંસ્થાઓ પરના હુમલામાં કથિત રીતે સંડોવાયેલા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે 103 નાગરિકોને લઈને ચાલતા કેસમાં નવો ચુકાદો આવ્યો છે. 28 માર્ચે છેલ્લી સુનાવણી દરમિયાન, કોર્ટે સૈન્ય અધિકારીઓને શરતી ચુકાદો જાહેર કરવાની મંજૂરી આપી હતી, જેમને ઈદના તહેવાર પહેલા મુક્ત કરી શકાય છે.
આ કારણે કરવામાં આવ્યા મુક્ત
હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના 28 માર્ચના નિર્દેશોના પાલનમાં, સૈન્ય અદાલતોને ટ્રાયલ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે 20 લોકોને એક વર્ષની સજા કરવામાં આવી હતી, જેમાંથી 17 લોકોએ સાડા 10 મહિના અને ત્રણ વ્યક્તિઓએ સાડા 9 મહિનાની સજા ભોગવી લીધી હતી. તેમાંથી મોટાભાગના લોકોએ લગભગ 10 મહિના જેલમાં વિતાવ્યા હોવાથી, આર્મી ચીફે બાકીનો સમયગાળો માફ કર્યો હતો. તેમાંથી ચાર ખૈબર પખ્તુનખ્વાના છે જ્યારે અન્ય 16 પંજાબના છે. તેઓને 6 અને 7 એપ્રિલના રોજ પોતપોતાના પ્રાંતમાં મુક્ત કરવામાં આવ્યા હતા.


