- જરૂર કરતા વધારે લોકો હોડીમાં હોવાથી તે ડૂબી
- પાડોશી દેશના જેહાદી હુમલાથી બચવા માટે પણ ભાગે છે લોકો
- કોલેરાના કારણે ઓક્ટોબર 2023થી હાલ સુધીમાં 15000 કેસ, 32ના મોત
દ. આફ્રિકી દેશ મોઝાંબિકથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહી ઉત્તરી તટની પાસે એક હોડી ડૂબી છે અને તેના કારણે 90 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર આ હોડી 130 લોકોને લઈને નામપુલા પ્રોવિંસના એક આઈલેન્ડ તરફ જઈ રહી હતી પણ વચ્ચે જ અકસ્માત થયો. ઉલ્લેખનીય છે કે આ હોડી પહેલા ફિશિંગ વેસલ હતી.
શોધ અભિયાન ચાલી રહ્યું છે
અધિકારીઓએ કહ્યું કે હોડી એટલા માટે ડૂબી કે તેમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા. આ સિવાય આ હોડી પેસેન્જર ટ્રાન્સપોર્ટ એટલે કે યાત્રીઓને લાવવા અને લઈ જવા માટે અનફિટ હતી. જે લોકોના મોત થયા છે તેમાં બાળકો પણ સામેલ છે. બચાાવવાની કોશિશ કરવા છતાં હજુ સુધી ફક્ત 5 સર્વાઈવર મળ્યા છે. અન્ય લોકોની શોધ કરાઈ રહી છે પણ સમુદ્રી સ્થિતિ આ કામમાં મુશ્કેલી સર્જાવી રહી છે.
ઘટનામાં કોલેરાની બીમારી પણ જવાબદાર
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોલેરાની બીમારીનો પણ હાથ છે. રિપોર્ટના અનુસાર કોલેરાના આઉટબ્રેકથી લડી રહેલા મોઝાંબિકમાં ઓક્ટોબર 2023થી અત્યાર સુધી 15000 કોલેરાના કેસ સામે આવ્યા છે અને 32 લોકોના મોત થયા છે. આ કારણે લોકો અહીંથી ભાગી રહ્યા છે. આ સિવાય પાડોશી દેશ કાબો ડેલગાડોમાં જેહાદી હુમલાથી બચવા માટે પણ લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
આ આઈલેન્ડની શોધ વાસ્કો ડિ ગામાએ કરી હતી
બચાવવામાં આવેલા 5 સર્વાઈવર્સમાંથી 2ની સારવાર ચાલી રહી છે. આ હોડી આઈલેન્ડ ઓફ મોઝાંબિક તરફ જઈ રહી હતી. યૂનેસ્કોની તરફથી વર્લ્ડ હેરિટેજ જાહેર કરાયેલો આ આઈલેન્ડ એક સમયે પોર્ટુગલી પૂર્વ આફ્રિકાની રાજધાની હતો. આ આઈલેન્ડની શોધ વાસ્કો ડિ ગામાએ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ જગ્યાને વિનાશકારી સાઈક્લોન્સની અસરનો અનેકવાર સામનો કરવો પડી રહ્યો છે. અહીં ગરીબી પણ વધારે છે.


