- આગામી 48 કલાકમાં ઈઝરાયેલ પર ઈરાન કરી શકે છે સીધો હુમલો
- ઈરાની લીડર પાસે સ્ટ્રાઈક કરવાની યોજના: બ્રિટિશ અખબારોનો દાવો
- યુદ્ધના ભણકારા વચ્ચે ઈઝરાયેલ, ઈરાન ન જવા ભારતની એડવાઝરી
Iran Israel Conflict: ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયેલ પર સીધો હુમલો કરી શકે છે અને આ માટે યહૂદી દેશ તૈયારી પણ કરી રહ્યો છે. શુક્રવારે 12 એપ્રિલના રોજ અમેરિકન અખબાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ઈરાની નેતૃત્વના એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી બ્રીફિંગનો હવાલો આપીને અખબારના અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ લીડર પાસે સ્ટ્રાઈક કરવાની યોજના છે.
એવા સમાચારો છે કે ઈરાન એક ઈમારત પર ઘાતક બોમ્બ વિસ્ફોટ બાદ બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે, જેને લઈને ઈઝરાયેલનો દાવો છે કે તે તેના હિતોની સામેના જોખમો સાથે જોડાયેલો હતો. આ સમગ્ર ઘટના મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાની શક્યતાઓ વધારી રહ્યું છે. તેહરાન તરફથી જવાબી કાર્યવાહીની ચેતવણીઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરી. 1 એપ્રિલ, 2024ના રોજ થયેલા આ હુમલા માટે ઈઝરાયેલને વ્યાપકપણે જવાબદાર માનવામાં આવે છે.
ઈઝરાયેલ અને ઈરાન ન જવા ભારતની એડવાઝરી
દરમિયાન, ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી આગામી સૂચના ના મળે ત્યાં સુધી ઈરાન અને ઈઝરાયેલની મુસાફરી ન કરે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીયોને આગામી સૂચના સુધી ઈરાન અથવા ઈઝરાયેલની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. હાલમાં જે લોકો ઈરાન અથવા ઈઝરાયેલમાં છે તેમણે વિનંતી છે કે તેઓ ત્યાંના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા અને રજીસ્ટ્રેશન કરાવે. એમ પણ વિનંતી છે કે તેઓ સુરક્ષાને લઈને સાવધાની રાખે અને ગતિવિધિઓને મર્યાદિત રાખે.”
Related Articles: ભારતીયોને ઈરાન અને ઈઝરાયેલની મુસાફરી ન કરવા સલાહ


