- એફિડેવિટમાં પણ બેદરકારી રાખો તો કેમ ચાલશે : HC
- બેદરકારીનો સ્વીકાર કરીને પણ પગલા કેમ ન લીધા : HC
- વિગતવાર એફિડેવિટ ફાઇલ નહીં કરો તો પગલાં લઈશું : HC
ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેંચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. અગાઉ સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પર્યટન પ્રવૃત્તિ વધી છે. સરકારે 19 ફેબ્રુઆરીએ ઠરાવ કરીને લોકોની સલામતી માટે એક હાઇલેવલ કમિટીની રચના કરી છે. જે ઈન લેન્ડ વોટર બોડિઝમાં બોટિંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લીગલ ફ્રેમવર્ક, સર્ટિફિકેટ આપવાના નિયમો અને નિયમોના અમલીકરણ કરવા ઉપર કાર્ય કરશે.
13 સભ્યોની બનાવી હતી કમિટી
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેંચ સમક્ષ સુઓમોટો પિટિશન ઉપર વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પર્યટન પ્રવૃત્તિ વધી છે. સરકારે 19 ફેબ્રુઆરીએ ઠરાવ કરીને લોકોની સલામતી માટે એક હાઇ લેવલ કમિટીની રચના કરી છે. જે ઈનલેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લીગલ ફ્રેમવર્ક, સર્ટિફિકેટ આપવાના નિયમો અને નિયમોના અમલીકરણ કરવા ઉપર કાર્ય કરશે.
એકને ટર્મિનેટ અને એક અધિકારીને સસ્પેન્ડ કરાયો હતો
બોટકાંડમાં ફ્યુચરએસ્ટિક સેલના એડિશનલ આસીટન્ટને ટર્મિનેટ કર્યો હતો. મિતેશ માળીને ટર્મિનેટ કરાયા છે. ઉત્તરઝોન વોર્ડ-3ના એડિશનલ એન્જિનિયર જીગ સચારિયાને સસ્પેન્ડ કરાયા. મ્યુનિસિપલ કમિશનરે 6 અધિકારીને નોટિસ પાઠવી હતી. જેમાં 7 દિવસમાં ખુલાસો માંગ્યો હતો.
જાણો સમગ્ર કેસ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.


