અગ્ર ગુજરાત ,પાટણ, નિખીલ જોષી
મજુરો નહીં હોવાના કારણે વિતરણ થઇ શકતું નથી
ચાણસ્મા તાલુકાના અનેક ગામોમાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાં સરકાર દ્વારા મળતા સસ્તા અનાજનો જથ્થો નહીં મળતા આજરોજ સસ્તા અનાજની દુકાનદારો ભેગા મળીને ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે પુરવઠા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું
ચાણસ્મા તાલુકો ૬૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો ધરાવતો તાલુકો છે તેમજ મોટા ભાગના લોકો ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન દર મહિને મળતું હોય છે પરંતુ ચાણસ્મા ખાતે આવેલ માલ ગોડાઉન પર મજુરો નહીં હોવાના કારણોસર અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાન સુધી નહીં પહોંચતા આજરોજ તાલુકાના તમામ સસ્તા અનાજની દુકાનદારો ભેગા મળીને ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે પુરવઠા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવાયું હતું કે સરકારી અનાજનાં ગોડાઉનમાં મજુરો ન હોવાથી અમારા તાલુકાની એફ.પી.એસ ખાતે હજુ સુધી માલનો જથ્થો મળ્યો નથી તેમજ દર મહિને ગોડાઉનમાં મજુરો નહીં હોવાના કારણે વિતરણ વ્યવસ્થા ખોરંભે પડે છે ત્યારે સત્વરે આ પ્રશ્ન નું નિરાકરણ લાવવા માટે તંત્ર સમક્ષ રજુઆત કરી હતી તેમજ વધુમાં જણાવ્યું હતું કે સરકારી અનાજની દુકાનોમાં સમયસર માલનો જથ્થો નહીં પહોંચતા દુકાનદારો તેમજ ગ્રાહકો વચ્ચે પણ ઘર્ષણ ઉભું થતું હોય છે ત્યારે સત્વરે માલનો જથ્થો મળે તેવા પ્રયાસો કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું


