- લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ
- કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તેનું ચિત્ર થશે સ્પષ્ટ
- 26 બેઠક માટે કુલ 251થી વધુ ઉમેદવારો માન્ય
ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થશે. તેમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. તેમાં 26 બેઠક માટે કુલ 251થી વધુ ઉમેદવારો માન્ય રહેશે. ગાંધીનગર, અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ ઉમેદવાર માન્ય છે. જેમાં ગાંધીનગરમાં 23, અમદાવાદ પૂર્વમાં 23 ઉમેદવાર માન્ય છે.
કચ્છ -11, બનાસકાંઠા -14, પાટણમાં 11 ઉમેદવાર માન્ય
કચ્છ -11, બનાસકાંઠા -14, પાટણમાં 11 ઉમેદવાર માન્ય છે. જેમાં સાબરકાંઠામાં 17, સુરેન્દ્રનગરમાં 20 ઉમેદવાર માન્ય છે. તથા રાજકોટમાં 10, પોરબંદરમાં 12, જામનગરમાં 21 માન્ય મહેસાણામાં 6, અમદાવાદ પશ્ચિમમાં 6 ઉમેદવાર માન્ય છે. તેમજ જૂનાગઢમાં 15, અમરેલીમાં 7, ભાવનગરમાં 14 માન્ય છે. તથા આણંદમાં 7, ખેડામાં 12, પંચમહાલમાં 10 માન્ય છે. દાહોદમાં 9, વડોદરામાં 14, છોટાઉદેપુરમાં 6 માન્ય છે. તથા ભરૂચમાં 14, બારડોલીમાં 7, સુરતમાં 11 ઉમેદવાર માન્ય છે. નવસારીમાં 19 અને વલસાડમાં 13 ઉમેદવાર માન્ય છે.
બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી શકશે
લોકસભા અને પેટાચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી શકશે. આજે ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થશે. સુરતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો હાજર નહીં રહેતા ઉમેદવારી ફોર્મ રદ થયુ છે. ભાજપે સત્તાનો દુરુપોગ કર્યાના આરોપ સાથે કોંગ્રેસ હાઈકોર્ટના દ્વારે જશે.


