- જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના ભાવ 1200 બોલાયા
- 389 ક્વિન્ટલ કેરીના બોક્સની આવક થઈ છે
- ગઈકાલે રૂ. 2000 બોક્સના ભાવ બોલાયા હતા
સૌરાષ્ટ્રની શાન કેસર કેરીના પાકમાં આ વખતે મોટો ઘટાડો નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગીર પંથકની કેસર કેરી અને ગીરનો કેસરીસિંહ બંને પ્રખ્યાત છે. હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે, ત્યારે કેસર કેરીના સ્વાદ રસીકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલ પાપડ બન્યા છે. હાલ એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની ફક્ત 389 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.
એક જ દિવસમાં કેરીના 800 રૂપિયા સુધીના ભાવ ગગડ્યા
25 એપ્રિલના રોજ કેરીની 471 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેના એક બોક્સના ભાવ 2,000 રૂપિયાની આસપાસ નોંધાયા હતા. જોકે આજે એક બોક્સના ભાવ 1,200 રૂપિયા નોંધાયા હતા. એટલે જોવા જઈએ તો એક જ દિવસમાં કેરીના 800 રૂપિયા સુધીના ભાવ ગગડ્યા હતા. મળતી માહિતી મુજબ, 26 એપ્રિલના રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 389 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઇ હતી, જેના પ્રતિ મણ કેરીના ઊંચા ભાવ 2,400 રૂપિયા, જ્યારે પ્રતિ મણના નીચા ભાવ 1,400 રૂપિયા સુધીના નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે. આવનારા સમયમાં જો કેરીની આવક વધશે તો જ તેના ભાવ ઘટશે, તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.
બદલાતા વાતાવરણને લીધે કેરીના પાક પર અસર
સતત બદલાતા વાતાવરણને લીધે કેરીના પાકનું ઉત્પાદ ઓછુ થયુ છે, વાત છે જૂનાગઢની કે જ્યાં સૌથી વધારે કેરીના બગીચાઓ આવેલા છે અને આ કેરી દેશ વિદેશોમાં પણ એક્સપર્ટ કરવામાં આવતી હોય છે, ત્યારે આ આંબા પર મોરતો આવ્યો પણ વાતાવરણની સીધી અસર કેરીના પાક પર વર્તાઇ કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જુનાગઢ સહિત સોરઠ પંથકમાં કેરીને બજારોમાં આવતા હજુ વાર લાગશે. ગત વર્ષની સરખામણીમાં કેરીના પાકમાં આ વખતે ઘટાડો નોંધાયો છે.બદલાતા વાતાવરણને લીધે આંબા પરથી મોર ખરી પડવાને લીધે પાકમાં મોટુ નુકસાન આવ્યું અને કેરીના પાકમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.


