- પોરબંદરથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસનો અકસ્માત
- જાખણ ગામના પાટિયા નજીક ખાનગી બસ પલટી ગઇ
- ઇજાગ્રસ્તોમાં નાના બાળકો અને મહિલાઓનો સમાવેશ
લીંબડી – અમદાવાદ હાઇવે પર ખાનગી બસ પલટી છે. જેમાં અકસ્માતમાં 40થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. તેમાં પોરબંદરથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસનો અકસ્માત થયો છે. જાખણ ગામના પાટિયા નજીક ખાનગી બસ પલટી છે. તેમાં ઇજાગ્રસ્તોમાં નાના બાળકો અને મહિલાઓનો સમાવેશ થયો છે.
બસચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો
બસચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સુરેન્દ્રનગરના લીંબડી – અમદાવાદ હાઇવે પર આવેલા જાખણ ગામના પાટિયા નજીક ખાનગી બસ પલટી ખાઈ જતા 40થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. લગ્નગાળો હોવાના પગલે ખાનગી બસ મારફતે પોરબંદરથી મધ્યપ્રદેશ 50 લોકો જતા હતા. તે દરમિયાન જાખણ ગામના પાટિયા નજીક બસ પલટી ખાઈ ગઇ હતી.
ઘટનાને લઈ નાયબ પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે
ઇજાગ્રસ્તોમાં મોટા ભાગના નાના બાળકો અને મહિલાઓ છે. જેમાં ખાનગી બસના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા આ ઘટના બની છે. ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ નાયબ પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.


