- કેજરીવાલ આદિવાસી વિરોધી છે : મનસુખ વસાવા
- આદિવાસીઓના હક માટે લડતી BTPને પતાવી દીધી : મનસુખ વસાવા
- કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી છે : મનસુખ વસાવા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે,નર્મદા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપના ઉમેદવાર ચૈતાર વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે,ચૈતર વસાવાથી કુતરું તો શું બિલાડું પણ ડરતું નથી.
જાણો શું બોલ્યા મનસુખ વસાવા
મનસુખ વસાવા અને ચૈતાર વસાવા સામે કાંટાની ટક્કર છે,મનસુખ વસાવાએ કંઈપણ સમયે કઈ પણ બોલી જાય છે તે વાત ગુજરાતની જનતા જાણે છે,આજે ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ કહ્યું કે,કોંગ્રેસને શિખામણ આપી અમને વોટ નહી આપો તો કંઈ વાંધો નહીં પણ ચૈતરને વોટ ના આપતા,જો તમારા બુથમાં ચૈતર ને વોટ મળ્યો તો તે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે,આદિવાસીઓના હક લડાઈ માટે લડતા બીટીપીને પતાવી દીધી છે,આમ આદમી પાર્ટી એ પતાવી દીધી ચૈતર વસાવા તો મોહરું છે,મૂળ તો કેજરીવાલ પણ આદિવાસી વિરોધી છે.
આપ અને ભાજપની લડાઈમાં અન્ય પણ એક છે જાણો
વર્ષ 2023માં પાંચ રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ આદિવાસી નેતાઓ સાથે મળીને ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ની સ્થાપના કરી હતી અને ખરેખર આ પાર્ટી એ ચૂંટણીઓમાં બાપ સાબિત થઈ હતી, કેમ કે તેણે રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક સીટ જીતી હતી. આ પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય થઈ છે. છોટુ વસાવાએ BAPના ઉમેદવાર તરીકે તેમના નાના પુત્ર દિલીપ વસાવાને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરતાં જ નવું રાજકીય ચિત્ર ઊભું થયું છે.
સંજયસિંહ ઉતર્યા હતા ચૈતર વસાવાના પ્રચારમાં
ભાજપ પર વાક પ્રહાર કરતા સંજયસિંહે જણાવ્યું હતું કે,ચૈતર વસાવા આદિવાસી સમાજના મજબુત નેતા છે. ઝારખંડના આદિવાસી નેતા હેમંત સોરેનને ભાજપે જેલમાં નાખી દીધા. અરવિંદ કેજરીવાલની અટકાયતથી ભારતીયો હેરાન છે. ભાજપના રાજકોટ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ગુજરાત ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે. પ્રધાનમંત્રીએ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ તે બદલ માફી માંગવી જોઈએ. અમે દિલ્હી-પંજાબમાં કરેલ કામો પર ચૂંટણી લડીએ છીએ. ‘સુરત તો ઝાંખી હૈ પૂરા ભારત બાકી હૈ’, સુરતમાં ઉમેદવારની બિનહરીફ થયેલ જીત મેં કયારેય આવી જીત નથી જોઈ.


