- નેપાળમાં ચલણી નોટ પર નકશાને લઈ વિવાદ સર્જાયો
- જો કે વિવાદ થતા જૂના નકશાને બદલવાની સરકારે મંજૂરી આપી દીધી
- નવો નકશો છાપવાનો નિર્ણય નેપાળ સરકારે લીધાનો દાવો કરાયો
પાડોશી દેશ નેપાળે ગત રોજ 100 રૂપિયાની નવી નોટ છાપવાની જાહેરાત કરી હતી. જેમાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની વિસ્તારને દેશના નકશામાં બતાવવામાં આવ્યા છે. જેને ભારત પહેલાથી જ કૃત્રિમ વિસ્તરણ તરીકે ગણાવ્યું છે.જો કે આ વિવાદિત નકશાને લઈ વિવાદ સર્જાયો છે. કારણ કે આ નકશા પ્રમાણે બંને દેશ પોત પોતાનું ગણાવી વિવાદિત હોવાથી ચલણી નોટમાં સ્થાન મળતા ભારે વિવાદ થયો છે.
નેપાળ સરકારના પ્રવક્તા રેખા શર્માએ કેબિનેટના નિર્ણય અંગે પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠકમાં નેપાળનો નવો નકશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં લિપુલેશા, લિમ્પિયાધુરા અને કાલાપાનીને 100 રૂપિયાની નોટમાં સામેલ કરવામાં આવશે.
100ની નોટમાં છપાયેલા નકશો બંને દેશ માટે વિવાદનું કારણ
રેખા શર્મા માહિતી અને સંચાર મંત્રીનો હવાલો પણ સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેબિનેટે 25 એપ્રિલ અને 2 મેના રોજ યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન 100 રૂપિયાની બેંક નોટને ફરીથી ડિઝાઇન કરવા અને બેંક નોટની પૃષ્ઠભૂમિમાં છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી છે.
18 જૂન, 2020 ના રોજ, નેપાળે તેના બંધારણમાં સુધારો કરીને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારો લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને તેના દેશના રાજકીય નકશામાં સામેલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી.
ભારતે આ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી અને તેની એકપક્ષીય કાર્યવાહી અને નેપાળના ક્ષેત્રીય દાવાઓને કૃત્રિમ વિસ્તરણ અને સમર્થન ગણાવ્યું હતું. ભારતનું કહેવું છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા તેનો વિસ્તાર છે. નેપાળ પાંચ ભારતીય રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1850 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે.


