રાજુલા શહેરમાં ૧૦ મે ના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જય પરશુરામ યુવા ગ્રુપ રાજુલા દ્વારા પરશુરામ ભગવાનના જન્મોત્સવના શુભ પ્રસંગે બ્રહ્મચોર્યાસી તેમજ ભવ્ય શોભાયાત્રા તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા શોભાયાત્રા વેદમાતા ગાયત્રી મંદિર (તિર્થધામ) તળાવ પાસેથી બપોરના ૪ કલાકે સમસ્ત બ્રહમસમાજ દ્વારા પ્રસ્થાન કરવામાં આવશે. અને શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો ઉપર પસાર થઇને સમસ્ત બ્રહમ સમાજ કોમ્યુનિટી હોલ (ભરતનગર) ખાતે પહોંચશે. ત્યારબાદ પરશુરામ ભગવાનની મહાઆરતીનું પણ આયોજન કરેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં બ્રહમ સમાજના પ્રમુખ ભાનુદાદા રાજગોર, મેનેજીંગ ડીરેકટર મનોજભાઈ વ્યાસ, ટ્રસ્ટીશ્રીઓ પ્રવિણભાઈ ત્રિવેદી (એડવોકેટ), કનકભાઈ જાની, દિલીપભાઈ જોષી, તથા જય પરશુરામ યુવા ગ્રુપના કાર્યકરો ભરતભાઈ મહેતા, હરેશભાઈ તેરૈયા, ભરતભાઈ જાની, જીતુભાઈ તેરૈયા, જયેશભાઈ ત્રિવેદી, પ્રફુલભાઈ રાજયગુરૂ, રાકેશભાઈ જોષી, સંજીવભાઈ જોષી, ચીરાગભાઈ જોષી સહીતના પરશુરામ જયંતી નિમિતે શોભાયાત્રાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને રાજુલા સમસ્ત બ્રહમ સમાજના આ શોભાયાત્રામાં જોડાવા તથા સમસ્ત બ્રહમ સમાજના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે આમંત્રણ પાઠવવામા આવ્યું છે…..


