- ચાર બેંકોએ ફિક્સ ડિપોઝિટને લઈ વ્યાજદરોમાં ફેરફાર કર્યા
- ભવિષ્યમાં પૈસાની જરૂરતને લઈ એફડીમાં નાણાં મૂકવાનું આયોજન ઉત્તમ મનાય છે
- એફડી પર અપાયેલા વ્યાજથી જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે
ખરાબ સ્થિતિમાં કામ આવે તે માટે કરવામાં આવતી બચત માટે ફિક્સ ડિપોઝિટમાં નાણાં મૂકવામાં આવે છે. ફિક્સ ડિપોઝિટ એટલે કે, એફડી એક સરસ ઉપાય માનવામાં આવે છે. આમાં તમારા પૈસા ઘણી હદ સુધી સલામત હોય છે. અહીં તમને ગેરન્ટીની સાથે રિર્ટન પણ મળે છે. જો તમે એક એફડીમાં રોકાણ કરવાનું મન બનાવતા હોવ તો આ ખબર તમારી માટે જ છે. દેશની ચાર બેંકોએ ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખતા આ મહિને વ્યાજદરોમાં વધારો કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંક, સિટી યુનિયન બેંક, આરબીએલ બેંક અને કેપિટલ સ્મોલ ફાયનાન્સ બેંક મે-2024માં પોતાની એફડી વ્યાજદરોમાં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. આનો હેતુ એવા ગ્રાહકોને લાભ આપવાનો છે જે રોકાણ કરવા આ બેંકોથી આશા રાખીને બેઠા છે. આ જાણકારીમાં તમને સંશોધિત એફડી દરો અંગે જણાવ્યું છે.
1. ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંક
ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંકે બે કરોડ રૂપિયાથી ઓછી રકમ માટે પોતાના એફડી વ્યાજદરોમાં ફેરફાર કર્યા છે. નવા દરો પહેલી મે 2024થી લાગુ કર્યા છે. આમાં બેંક સામાન્ય નાગરિકો માટે ચાર ટકાથી 8.50 ટકાની વચ્ચે વ્યાજદર આપે છે. જ્યારે સિનિયર નાગરિકો માટે વ્યાજદર 4.60 ટકાથી 9.10 ટકાની વચ્ચે છે.
2. સિટી યુનિયન બેંક
સિટી યુનિયન બેંકે પણ પોતાની એફડી વ્યાજદરોમાં સંશોધન કરી ગ્રાહકોને વધારાનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. આ માટે સંશોધિત વ્યાજ દરો છ મે 2024થી અમલમાં લીધા છે. જેથી આમાં બેંક એફડી પર સામાન્ય નાગરિકો માટે પાંચ ટકાથી 7.25 ટકાની વચ્ચે અને સિનિયર નાગરિકો માટે પાંચ ટકાથી 7.75 ટકાની વચ્ચે વ્યાજદરો આપશે.
3. આરબીએલ બેંક
આરબીએલ બેંક પણ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદરમાં ફેરફાર કર્યા છે. નવી એફડી વ્યાજદર એક મે 2024થી લાગુ થશે. આરબીએલ બેંકે 18થી 24 મહિનાની વચ્ચે મેચ્યોર થતી એફી પર આઠ ટકાનું ઉચ્ચત્તમ વ્યાજ દર આપશે. નિર્ણય લીધો છે. આમાં સિનિયર નાગરિકોને 8.50 ટકા અને 80 વર્ષથી ઉપર વાળાને 8.75 ટકાનું વધારાનું વ્યાજ મળશે.
4. કેપિટલ સ્મોલ ફાયનાન્સ બેંક
કેપિટલ સ્મોલ ફાયનાન્સ બેંકે બે કરોડ રૂપિયાથી ઓછા માટે એફડી વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે. સામાન્ય નાગરિકો માટે 3.5 ટકાથી 7.55 ટકાની નીચે અને સિનિયર નાગરિકો માટે ચાર ટકાથી 8.05 ટકા વચ્ચે વચ્ચે વ્યાજદરો આપે છે. આ બેંકોના વ્યાજદરોમાં સંશોધનનો ટાર્ગેટ નાગરિકોને વધુ વ્યાજ કમાવાની તક આપે છે.


