- અમદાવાદમાં નિકોલ PIની તાનાશાહીનો કેસ
- PI સામે આક્ષેપ કરનાર બંને PSIની બદલી
- ACP આર.ડી. ઓઝાને તપાસ સોંપાઇ
અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના PI સામે તેમના જ પોલીસ સ્ટેશનના PSIએ ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. નિકોલના PI કે.ડી.જાટ સામે આરોપ કરનારા બંને PSIની બદલી કરાઈ છે.
આરોપ કરનારા બંને PSiની કરાઇ બદલી
જે.બી.શિયાળને સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં મુકાયા છે જ્યારે આર.ઓ.યાદવને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. અત્રે જણાવીએ કે, માનસિક ત્રાસ આપતા હોવાનો PI પર બંન્ને PSIએ આરોપ મુક્યો હતો. નિકોલ પોલીસ સ્ટેશનમાં હાલ કે.ડી. જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જયંતિ શિયાળે તેમની સામે છેક ગૃહ વિભાગ સુધી ફરીયાદ કરી હતી.
ACP આર.ડી. ઓઝાને તપાસ સોંપાઇ
અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી.જાટના ત્રાસને લઇને 2 PSIએ કરેલી ફરિયાદ બાદ અમદાવાદના પોલીસ વિભાગમાં PIની ચર્ચા શરૂ થઇ છે. તેવામાં 2 PSIના આરોપને લઇ અમદાવાદના ACP આર.ડી. ઓઝાને તપાસ સોંપાઇ છે. ACP આર.ડી. ઓઝાએ ફરિયાદ કરનાર PSI જયંતિ શિયાળનું નિવેદન નોધ્યુ હતું. જ્યારે PSI રાજેશ યાદવ અને અન્ય કર્મચારીઓના પણ નિવેદન લેવાનો નિર્ણય લેવાયો હતો.


