- બ્રાઝિલમાં મૂશળધાર વરસાદ બાદ પૂરે સર્જી તબાહી
- ભીષણ વિનાશને લીધે બ્રાઝિલમાં 20 લાખ લોકો અસરગ્રસ્ત
- ફરીથી બ્રાઝિલમાં નદીઓનાં જળસ્તરમાં ભારે વધારો થયો
ભૂકંપ બાદ આવેલા ભીષણ પૂરે બ્રાઝિલમાં તબાહી મચાવી હતી. રવિવારે ભારે વરસાદને કારણે દક્ષિણ બ્રાઝિલમાં નદીનું સ્તર ફરી એકવાર વધ્યું. પૂરના કારણે અત્યાર સુધીમાં 145 લોકોનાં મોત થયા છે. રિયો ગ્રાન્ડે દો સુલના રહેવાસીઓ ભારે વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બે અઠવાડિયાથી મૂશળધાર વરસાદને કારણે, નદીના પાણી શહેરો અને પ્રાદેશિક રાજધાનીના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ્યા હતા.જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભીષણ વિનાશને લીધે 20 લાખ લોકો અસરગ્રસ્ત
આ ભયંકર વિનાશલીલાને લીધે આશરે 20 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. હવામાન નિષ્ણાતે આને જળવાયુ પરિવર્તન અલ નીનો સાથે જોડી રહ્યા છે. રાજ્ય વહીવટી તંત્ર અનુસાર તમામ મોટી નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. પૂરથી 132 લોકોનો કોઈ અત્તો પત્તો નથી. જ્યારે 619,000 લોકોએ પોતાના ઘર છોડી સલામત સ્થળે જવાની નોબત આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કાર્ય યથાવત્ છે.
સ્થાનિક લોકોએ વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી
પોર્ટો એલેગ્રેમાં સોફા અને અન્ય વસ્તુઓ જેવી ઘરગથ્થુ વસ્તુઓ પૂરના પાણીમાં તરતી જોવા મળી હતી. સાઓ લિયોપોલ્ડોમાં ઘણી કાર પાણીમાં અડધી ડૂબી ગઈ હતી. ક્લાઉડિયો દા સિલ્વા, 36 વર્ષીય ઇલેક્ટ્રિશિયન, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા પડોશમાં ગયા. તેણે કહ્યું કે તેનું ઘર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, “મારા ભાઈ-ભાભીના ઘરની બાજુમાં આવેલ મકાનમાં બીજા માળ સુધી પાણી ભરાયેલું હતું. હવે પાણીનું સ્તર થોડું નીચે ગયું છે અને તમે બીજા માળ સુધી જઈ શકો છો, પરંતુ બધું બરબાદ થઈ ગયું છે.”
એન્ટોનિયો વેન્ઝોને, 50, પરિસ્થિતિને ગંભીર ગણાવી. “જો વરસાદ બંધ નહીં થાય તો શું થશે? નદીનું સ્તર વધ્યું છે,” તેમણે કહ્યું. પોર્ટો એલેગ્રેની દક્ષિણે આવેલા પેલોટાસ શહેરમાં સ્થિતિ વધુ વણસી ગઈ છે. અહીં લગભગ 14 લાખ લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા હતા.


