- ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે બનાવ બન્યો
- ઈશ્વર ભુવન નજીક આવેલ અનુશ્રી ફલેટ ખાતેથી મૃતદેહ મળ્યા
- પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે બનાવ બન્યો છે. જેમાં ઈશ્વર ભુવન નજીક આવેલ અનુશ્રી ફલેટ ખાતે શંકાસ્પદ બે મૃતદેહ મળી આવ્યા છે. અનુશ્રી ફલેટમાંથી પતિ અને પત્નીનો મૃતદેહ મળી આવ્યો છે.
પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા
પતિ ગણેશ બહાદુર બસનેત અને પત્ની સુમી ગણેશ બસનેતના મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. દંપતિ છેલ્લા ચાર માસથી ઘર કામ અને સિક્યુરિટી કરી રહ્યા હતા. દંપતિ મૂળ નેપાળના વતની છે. જેમાં પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.
વાડીમાંથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાઘછીપા ગામમાં વાડીમાંથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે વલસાડ એલસીબી પોલીસે આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. એલસીબી પોલીસે મૃતકના ગામ વાઘછીપાના જ એક મહિલાની હત્યાના મામલે ધરપકડ કરી છે. આ હકીકત બહાર આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. થોડા દિવસ અગાઉ વલસાડ જિલ્લાના પારડીના નાના વાઘછીપા ગામમાં વાડીમાં સુતેલા એક આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થયા
બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થયા હતા. અને પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ ખેત મજુર તરીકે કામ કરતા સુભાષ પટેલ નામનો એક શ્રમિક શેરડીના ખેતરમાં પાણી પીવડાવવા ગયો હતો. આ દરમિયાન વાડીમાં જીતુભાઈ પટેલ નામના એક વ્યક્તિ સુતા હતા. આથી શ્રમિકને શંકા જતા નજીક જઈ જોતા વાડીમાં સુતેલો વ્યક્તિ બેહોશ જોવા મળ્યો હતો. આથી ગામ લોકોને જાણ કરતા જ લોકો વાડીમાં પહોંચ્યા હતા અને શંકાસ્પદ હાલતમાં ગામના જીતુભાઈ ઠાકોરભાઈ પટેલનો મૃતદેહ જોઈ ચોંકી ગયા હતા.


