- ઈ-મેમા નહીં ભરનારા 1.47 લાખ વાહનચાલકોને હવે સમન્સ
- કુલ 15 કરોડની રકમના મેમો સામે માત્ર 2.34 કરોડનો દંડ વસૂલાયો
- નોટિસ મોકલવા છતા માત્ર 9420 લોકોએ દંડ ભર્યો હતા
શહેરમાં દિવસને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે બીજી તરફ ટ્રાફિક પોલીસ નિયમોનું પાલન ન કરતા વાહનચાલકો સામે ઈ-મેમો આપીને કાર્યવાહી કરી રહી છે. હાલમાં વર્ષ 2023માં ઇ-મેમોના દંડ ન ભરનાર 1.57 લાખ વાહનચાલકો સામે પોલીસે કેસ કર્યા હતા. તમામને નોટિસ મોકલવા છતા માત્ર 9420 લોકોએ દંડ ભર્યો હતા તો બાકીના 1.47 લાખ લોકોએ મેમો ભર્યા ન હતા. હવે તેમની સામે સમન્સ જારી કરાઈ રહ્યા છે.
ટ્રાફ્કિની સમસ્યાને નિવારવા માટે સીસીટીવીના આધારે લોકોને મેમા અપાઈ રહ્યાં છે. વર્ષ 2023ની વાત કરીએ તો ટ્રાફ્કિ પોલીસે ટ્રાફ્કિ નિયમનના ભંગ બદલ કુલ 2.14 લાખ વાહનચાલકોને ઇ-મેમા આપીને 1.57 લાખ સામે પોલીસે કેસ કર્યા હતા. જો કે કરેલા કેસ પૈકી માત્ર 9420 લોકોએ દંડ ભર્યો હતો. ટ્રાફ્કિ પોલીસે કુલ રૂ. 15.41 કરોડના મેમા લોકોને ફટકારવા છતાંય તેની સામે માત્ર રૂ. 2.34 કરોડ દંડ વસુલાયો છે. હવે કોર્ટે બાકી વસુલાત માટે તમામને નોટિસ મોકલીને ખાસ વર્ચ્યુઅલ કોર્ટ સમન્સ કાઢવા ઉપરાંત વધુ કાનૂની કાર્યવાહી કરશે.
આડેધડ પાર્કિંગ માટે કુલ રૂ. 2.03 કરોડનો દંડ વસૂલ્યો
શહેરમાં પાર્કિંગની વ્યવસ્થાની સ્થિતિ બહુ ગંભીર છે. ત્યારે શહેર પોલીસ દ્વારા આડેધડ પાર્કિંગ કરનારા 38 હજાર વાહનચાલકો સામે કેસ કરીને પોલીસે સ્થળ પરથી જ કુલ રૂ. 2.03 કરોડનો દંડ વસૂલ્યો છે. ટ્રાફ્કિ પોલીસ દ્વારા ફ્રી લેફ્ટ ટર્ન રોકનારા 1194 વાહનચાલકો સામે કેસ કરીને કુલ રૂ. 6.82 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.


