- ભારતીય મૂળની જયા બડિયાની મહિલા જજ તરીકે નિમણૂક
- જયા બડિગા ભારતા આંધ્રપ્રદેશમાં થયો હતો, તેમને હૈદ્રાબાદમાં ભણતર પૂર્ણ કર્યું હતું
- અમેરિકાની વસ્તીમાં માત્ર એક ટકા ભારતીય મૂળના લોકો સારા હોદ્દા પર
અમેરિકાના કેલિફોર્નિયાની એક કોર્ટમાં ભારતી મૂળની મિલા જજની નિમણૂક કરવામાં આવી છે. કેલિફોર્નિયાના ગવર્નરે ભારતવંશી જયા બડિગાને સેક્રામેંટો કાઉન્ટી સુપીરિયર કોર્ટમાં જજ તરીકે નિમણૂક કરી છે.
અમેરિકાની વસ્તીમાં માત્ર એક ટકા ભારતીય મૂળના લોકો છે. પરંતુ આ એક ટકો એવા છે જે રાજનીતિથી લઈ ન્યાયપાલિકા અને અન્ય સારા હોદ્દાઓ પર છે.
હવે કેલિફોર્નિયામાં ભારતીય મૂળની જયા બડિયાને જજ તરીકે નિયુક્તિ મળી છે. આ વાત એટલા માટે ખૂબ મહત્ત્વ રાખે છે. કારણ કે જયા બાડિયા ભારતના તેલુગુ રાજ્યથી કેલિકોર્નિયામાં જજ બનનારી પ્રથમ વ્યકિત છે. જયા બડિગાને સેક્રામેટા કાઉન્ટી સુપીરિયર કોર્ટમાં જજ નિયુક્ત કરાયા છે.
જયા બડિગાનો જન્મ આંધ્રપ્રદેશના વિજયવાડામાં થયો હતો. તેમને પોતાનું શરૂઆતનું ભણતર હૈદરાબાદમાં જ પૂર્ણ કર્યું હતું. તેમને હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીથી સાયકોલૉજી અને પોલિટિકલ સાયન્સમાં બીએની ડિગ્રી મેળવી હતી.
ભારતમાં શિક્ષણ
આગળનું ભણતર તેમને અમેરિકામાં જ કર્યું હતું. સેંટા કલારા યુનિવર્સિટી સ્કૂલ ઑફ લોથી જ્યૂરિયસ ડૉકટરની ડિગ્રી મેળવી હતી. આ સાથે જ બોસ્ટન યુનિવર્સિટીથી તેમને ઈન્ટરનેશનલ રિલેશન અને ઈન્ટરનેશનલ કમ્યૂનિકેશનમાં એમએ કર્યું હતું. વર્ષ-2009મા તેમને કેલિફોર્નિયા સ્ટેટ બારની પરીક્ષા પાસ કરી હતી.
મહિલા જજની પ્રોફાઈલ
જય બડિયા કેલિફોર્નિયામાં હેલ્થ કેર સર્વિસ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ કોન્સ્યુલ એટોર્ની એડવાઈઝર અને એટોર્ની રહ્યા. જજ બન્યા પહેલા તેઓ સેક્રામેટો કાઉન્ટી સુપીરિયર કોર્ટમાં કમિશનર પણ હતા.
આ સિવાય કેલિફોર્નિયાના ગવર્નર ક્રિસ્ટોફર ન્યૂસમને 18 અને સુપ્રીરિયર કોર્ટમાં જજની નિયુક્તિ કરી છે. આ જજમાં એક વધુ ભારતવંશી રાજસિંહ બધેશા પણ સામેલ છે. રાજસિંહ બધેશાને ફ્રેસો કાઉન્ટી સુપીરિયર કોર્ટમાં જજ તરીકે નિમણૂક અપાઈ છે. ફ્રેસો કોર્ટમાં જજ બનનાર બધેશા પ્રથમ શીખ છે. આ અગાઉ બધેશા ફ્રેસોના સિટી એટોર્ની ઓફિસમાં ચીફ આસિસ્ટંટ હતા.


