- અમેરિકામાં કારમાં જઈ રહેલા ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં મોત
- અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સીલસીલો યથાવત્
- એક ભારતીય વિદ્યાર્થીનું બાઈક અકસ્માતમાં મોત થયું
અમેરિકામાં ગમે ત્યારે ભારતીયના મોત અંગેની ખબર આવતી હોય છે. હવે અમેરિકાના જ્યોર્જિયા પ્રાંચમાં એક પૂરપાટ વેગે જતી કાર પલટી જતા આ અકસ્માતમાં ત્રણ ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ પાંચ વિદ્યાર્થીઓ અલ્ફારેટા હાઈસ્કૂલ અને જ્યોર્જિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. મૃતકોની ઓળખ થઈ ચુકી છે. શ્રેયા અસારલા, અન્વી શર્મા અને આર્યન જોશી તરીકે તમામની ઓળખ થઈ છે.
આ ત્રણેય ભારતીય મૂળના વિદ્યાર્થીઓ એક કારમાં જઈ રહ્યા હતા. ઘટનાસ્થળેથી પુરાવાના આધારે એવું મનાઈ રહ્યું છે કે ડ્રાયવરે કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેથી કાર ઝાડથી અથડાઈ ગઈ હતી. કારમાં સવાર આર્યન જોશી અને શ્રેયા જોશીનું ઘટનાસ્થળે મૃત હાલમાં મળી આવ્યા જ્યારે અન્યોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમાંથી અન્વી શર્માનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓમાં મોહમ્દ લિયાકત અને રિથવાક સોમપલ્લી સામેલ છે. તમામની ઉંમર 18 વર્ષની હતી. 14 મેના રોજ માર્ગ અકસ્માત બાદ રોડ બંધ કરાયો હતો.ય શ્રેયા અને તન્વી જ્યોર્જિયામાં રહીને અભ્યાસ કરતા હતા. જો કે આ ગોઝારા માર્ગ અકસ્માતને લઈ પોલીસ તપાસ ચાલી રહી છે.
આ સિવાય વધુ એક વિદ્યાર્થીના મોતની જાણકારી પણ સામે આવી છે. ન્યૂયોર્કમાં બુધવારે બાઈક દુર્ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ જાણકારી ભારતના દૂતાવાસે આપી છે.
બનાવને લીધે એજન્સીઓ તપાસમાં
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે એક વિદ્યાર્થીના અકાળે મોતને લઈ દુખ થયું. તેના મૃતદેહને ભારત મોકલવા તમામ મદદ કરવા પરિવાર અને સ્થાનિક એજન્સીઓ સંપર્કમાં છે.
આ અગાઉ એપ્રિલમાં એક વિદ્યાર્થી મૃત હાલતમાં મળ્યો હતો
આ ઘટના અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોતની સતત વધતી જતી ઘટના વચ્ચે બની છે. આ અગાઉ એપ્રિલમાં અમેરિકાન ઓહાયો રાજ્યમાં આ વર્ષે માર્ચથી ગુમ એક ભારતીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના મુદ્દે ન્યૂયોર્કમાં ભારતના દૂતાવાસે શોક વ્યક્ત કરતા કહ્યું કે મૃત વિદ્યાર્થીને લઈ અમને ખેદ છે. તેના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે.


