લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીથી રાજકોટ ડિવિઝનની ટ્રેનોને થશે અસર
બ્લોકને કારણે કેટલીક ટ્રેનોનું નિયમન, માર્ગ પરિવર્તન અથવા સમયમાં ફેરફાર
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉત્તર રેલવેના લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી અંતર્ગત ઓએચઈ (OHE) સંશોધન કાર્ય માટે બ્લોકના કારણે કેટલીક ટ્રેનોના રૂટ અસ્થાયી રૂપે બદલવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર 1) ટ્રેન સંખ્યા 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 26 જૂનથી 11 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિયત રૂટ કાનપુર સેન્ટ્રલ-લખનૌ-બારાબંકીના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હોર-બારાબંકી થઈને દોડશે. 2) ટ્રેન સંખ્યા 15636 ગુવાહાટી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 29 જૂનથી 7 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિયત રૂટ બારાબંકી-લખનૌ-કાનપુર સેન્ટ્રલના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ બારાબંકી-મલ્હોર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે. 3) ટ્રેન સંખ્યા 15667 ગાંધીધામ-કામાખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 27 જૂનથી 12 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિયત રૂટ કાનપુર સેન્ટ્રલ-લખનૌ-બારાબંકીના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હોર-બારાબંકી થઈને દોડશે. 4) ટ્રેન સંખ્યા 15668 કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 01 જુલાઈથી 9 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિયત રૂટ બારાબંકી-લખનૌ-કાનપુર સેન્ટ્રલના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ બારાબંકી-મલ્હોર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) અંગેની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા યાદીમાં જણાવાયું છે.


