- અમેરિકામાં મંદિર બનાવવા ત્યાં રહેતા હિંદુ સમુદાયે તંત્ર સામે સંઘર્ષ કરવો પડી રહ્યો છે
- બે દિવસ અગાઉ અમેરિકાએ ભારતના લઘુમતીઓના ધાર્મિક સ્વાંત્ર્યને લઈ સવાલ ઉઠાવ્યા હતા
- લાસ વેગાસના હેંડરસન શહેરમાં હિંદુ મંદિર માટે તંત્રનો ભેદભાવ
અમેરિકાએ બે દિવસ અગાઉ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાને લઈ ભારત સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. જેમાં કહ્યું હતું કે લઘુમતી સમુદાયોમાં એક ભય છે. તેઓ બધાથી એકલા હોવાનો અનુભવ કરી રહ્યા છે. અમેરિકાના આ નિવેદનની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. પરંતુ અમેરિકા પોતાના અંત:કરણમાં નથી જોતું કે તેના દેશમાં હિંદુઓની શી દશા થઈ રહી છે. અમેરિકાં એક મંદિર બનાવવા હિંદુઓને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ત્યાં રહેતા હિંદુ સમુદાયને વહીવટી તંત્ર સામે ભેદભાવનો આરોપ લગાવ્યો છે
અમેરિકાના લાસ વેગાસમાં હેંડરસન શહેરમાં હિંદુ સમુદાય મંદિર બનાવી રહ્યો છે. આ મંદિર નિર્માણને લઈ શહેર વહીવટી તંત્રએ મંજૂરી આપી હતી. પરંતુ બાદમાં આની પર રોક મૂકી દીધી. આનંદ ઉત્સવ નામના મંદિરને હેંડરસનને ગ્રામ્ય વિસ્તારમાં પાંચ એકર જમીન પર બનાવવામાં આવી રહ્યું છે. વર્ષ-2022માં લોકોનાં વિરોધનું બહાનું બનાવી સિટી કાઉન્સિલે રોક મૂકી દીધી હતી. અમેરિકન હિંદુ એસોસિએશનના સંસ્થાપકે જણાવ્યું કે હેંડરસન હિંદુ સમુદાય માટે મહત્ત્વનું સ્થળ છે. આ સંસ્થાએ જમીન ચાર લાખ ડોલરમાં ખરીદી હતી.
અમેરિકામાં બે મહિના પહેલા મંજૂરી બાજ સ્ટે મૂકી દીધો
મળતી માહિતી અનુસાર લાસ વેગસના હેન્ડરસનમાં હિન્દુ મંદિર હોવાથી શહેરની બીજી બાજુ રહેતા હિન્દુઓને પણ પૂજા સ્થળ જોઈતું હતું. ઓગસ્ટ-2022માં મંદિરને મંજૂરી મળ્યા બાદ તે જ વર્ષે ઓક્ટોબરમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. બહાનું એ હતું કે આનાથી ગ્રામીણ સંરક્ષણને નુકસાન થશે. તેમણે સવાલ ઉઠાવ્યો કે તે વિસ્તારમાં પહેલેથી જ 3 ચર્ચ છે, તો ત્યાં મંદિર બનાવવાથી શું નુકસાન થશે. તેમણે કહ્યું કે વહીવટીતંત્રના વાંધાઓ છતાં અમે તમામ ફેરફારો કર્યા છે. આ પછી પણ સિટી કાઉન્સિલે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સાથે જ મંદિરના ટ્રસ્ટીએ કહ્યું કે એન્જિનિયરોનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. કાગળની કાર્યવાહી પૂર્ણ કરવામાં બિનજરૂરી અવરોધો ઉભા કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પણ મંદિરો બનાવવાની મંજૂરી નથી આપવામાં આવી રહી. પાકિસ્તાન ઈસ્લામાબાદમાં પ્રાચીન હિંદુ મંદિરના નિર્માણની મંજૂરી નથી આપી રહ્યું, ત્યાં પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.


