- ગુપ્તા બંધુઓ આઈટી, મીડિયા અને માઈનિંગ બિઝનેસ ધરાવે છે
- ભારતના ગુપ્તા બંધુઓના પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા સાથે નજીકના સંબંધ હતા
- ગુપ્તા બંધુઓ સામે અબજો રૂપિયાની હેરાફેરીનો આરોપ
દક્ષિણ આફ્રિકાએ શનિવારે કહ્યું હતું કે તે બે ગુપ્તા ભાઈઓની ધરપકડના રિપોર્ટ બાદ ભારત સરકાર સાથે વાતચીત કરશે. ગુપ્તા ભાઈઓમાંથી એક સરકારી માલિકીના સાહસોમાંથી અબજો રૂપિયાની લૂંટમાં તેની કથિત ભૂમિકા માટે અહીં વોન્ટેડ છે. જેથી ભારતનો સંપર્ક કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે. અતૂલ, અજય અને રાજેશ ગુપ્તા, ભારતીય મૂળના પરિવાર પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા સાથેના તેમના નજીકના સંબંધો દ્વારા દક્ષિણ આફ્રિકામાં અબજો રેન્ડ (દક્ષિણ આફ્રિકન ચલણ)ની ઉચાપત કરવાનો આરોપ છે. જેકબ ઝુમાએ વર્ષ-2018માં રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી ત્રણેય અને તેમના પરિવારો દુબઈ ભાગી ગયા હતા. જો કે બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ પણ તેમનો પીછો કર્યો હતો.
ગુપ્તાબંધુઓ આઈટી, મીડિયા અને માઈનિંગ બિઝનેસ ધરાવે છે
સંયુક્ત આરબ અમીરાતે વર્ષ-2023માં રાજેશ અને અતૂલની પ્રત્યાર્પણ અપીલને નકારી કાઢી હતી. જેના લીધે દક્ષિણ આફ્રિકાએ તેઓને ભાગેડુ જાહેર કર્યા હતા. બંને ભાઈઓએ આઈટી, મીડિયા અને માઈનિંગ સેક્ટરમાં મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું.
બિલ્ડર સામે આત્મહત્યાની ઉશ્કેરણીનો આક્ષેપ
નોંધનીય છે કે અનિલ અને અજય ગુપ્તાની શનિવારે ઉત્તરાખંડમાંથી એક બિલ્ડરને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બિલ્ડરે તેની બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડીંગની છત પરથી કૂદતા પહેલા તેની સુસાઈડ નોટમાં ગુપ્તા બંધુઓનું નામ લીધું હતું. આ તે જ અજય ગુપ્તા છે કે કેમ તે અંગે અનિશ્ચિતતા છે, જે તેના ભાઈઓ અતુલ અને રાજેશ સાથે દક્ષિણ આફ્રિકા ભાગી ગયો હતો અને જે દક્ષિણ આફ્રિકાના વોન્ટેડ લિસ્ટમાં ત્રીજો વ્યક્તિ પણ છે.


