- લાયસન્સ માટે વધતા વેઇટિંગ સમયને ધ્યાનમાં લેવાશે નિર્ણય
- જાતે જ બનાવડાવી શકશો ડ્રાઇવિંગ લાયસન્સ
- જાણો કોના માટે કેટલી પ્રેક્ટિસ રહેશે જરૂરી
જૂન મહિનાથી કેટલાક મોટા ફેરફાર આવી રહ્યા છે જેમાં 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે RTOના ચક્કર લગાવવા પડતા હતા. દલાલોની મદદ લેવી પડતી હતી પરંતુ 1 જૂન પછી આવું નહીં થાય.
જાતે જ બનાવડાવી શકશો લાયસન્સ
1 જૂનથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં તમે RTO ગયા વિના પણ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશો. તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં. આ નિયમ વાહનચાલકોની સુવિધા માટે લાવવામાં આવી રહ્યો છે.
ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રાહ જોવી પડશે નહીં
અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે RTO જવું પડતું હતું, પરંતુ હવે આવું નહીં થાય. ડ્રાઇવિંગ લાયસન્સ માટે વધતા વેઇટિંગ સમયને ધ્યાનમાં રાખીને સરકાર ખાનગી RTO કેન્દ્રો પર ટેસ્ટ લેવાનું વિચારી રહી છે. જો આ નિયમ લાગુ થશે તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO જવું પડશે નહીં. આ ઉપરાંત ખાનગી ડ્રાઇવિંગ સેન્ટરોના રૂપમાં રોજગારી પણ વધશે.
આ નિયમ ખાનગી કેન્દ્રો માટે હશે
સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ આપનારા ખાનગી કેન્દ્રો માટે ખાસ નિયમો બનાવી રહી છે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ સેન્ટર માટે ટુ-વ્હીલર માટે એક એકર જમીન અને ફોર-વ્હીલર માટે 2 એકર જમીન હોવી ફરજિયાત રહેશે. આ સાથે ટ્રેનર માટે હાઇસ્કૂલ ડિપ્લોમા અથવા તેની સમકક્ષ ડિગ્રી, ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક અને આઇટી સિસ્ટમનું જ્ઞાન હોવું ફરજિયાત છે.
શું રહેશે નિયમ
આ કેન્દ્રોએ લાઇટ મોટર વ્હીકલ (LMVs) માટે 4 અઠવાડિયામાં 29 કલાકની તાલીમ આપવાની જરૂર રહેશે, જેમાં 8 કલાકની થિયરી અને 21 કલાકની પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ થાય છે. હેવી મોટર વ્હીકલ (HMV) માટે, 6 અઠવાડિયામાં 38 કલાકની તાલીમ લેવી ફરજિયાત રહેશે જેમાં 8 કલાકની થિયરી અને 31 કલાકની પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ થાય છે.


