- આજ સુધીમાં 25 કેટલા કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી
- પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનર, અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઈ
- અમારે સુનિશ્ચિત કરવાનું છે કે ઘટના કેમ બની છે અને તેના માટે જવાબદાર કોણ છે
રાજકોટના ગેમઝોનમાં થયેલ ભયાનક અગ્નિકાંડમાં ભડથુ થઇ ગયેલી એ નિર્દોષ જિંદગીઓ બાદ તંત્ર દોડતુ થયુ છે. આ મામલે હવે SITની રચના કરવામાં આવી છે જે સમગ્ર દુર્ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ કરશે. આ મામલે SIT વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન આવ્યુ છે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. કોઈને છોડવામાં આવશે નહિ. ગમે તેટલો ચમરબંધી કેમ ન હોય કોઇને છોડવામાં આવશે.
તમામની પૂછપરછ કરવામાં આવી છે

ઘટના સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપથી જોડાયેલા તમામની પૂછપરછ કરવામાં આવી છે. ઉપરાંત જ્યારે જરૂર જણાશે તેની પૂછપરછ ફરીથી કરાશે. આજ સુધીમાં 25 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ કમિશનર, મ્યુનિશિપલ કમિશનર, અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઈ છે.

અમારે સુનિશ્ચિત કરવાનું છે કે ઘટના કેમ બની છે અને તેના માટે જવાબદાર કોણ છે ? એક એક નાનામાં નાની કડીઓ જોડીને ખુબજ ઝીણવટથી તપાસ કરાશે. ગુજરાત માટે કાળી ટીલી સમાન આ ઘટના ફરી ક્યારેય ન બને તે સબક શીખીને એવી કાર્યવાહી કરાશે કે ફરીથી આ રીતે કોઇ કમોતે મોતને ન ભેટે.


