- DNA મેચિંગની પ્રક્રિયા દરમિયાન થયો ખુલાસો
- પ્રકાશ હિરન અને પરિવારના DNA સેમ્પલ મેચ થયા
- માતાના DNA સેમ્પલ સાથે મેચ થયા સેમ્પલ
રાજકોટમાં ગત શનિવારે સર્જાયેલ ગોઝારા ગેમઝોન અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મોત થયા છે તો રોજે રોજ આ મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકોના એક પછી એક DNA ટેસ્ટના પરિણામો સામે આવી રહ્યા છે. જેમાં આજે DNA મેચિંગની પ્રક્રિયા દરમિયાન ખુલાસો થયો છે કે ગેમઝોનના માલિક પ્રકાશ હિરનનું પણ અગ્નિકાંડમાં મોત થયું છે. પ્રકાશ હિરન અને પરિવારના DNA સેમ્પલ મેચ થયા છે. માતાના DNA સેમ્પલ સાથે પ્રકાશ હિરનના DNA સેમ્પલ મેચ થયા હતા. જેને લઈને ખુલાસો થયો છે કે પ્રકાશ હિરનનું પણ અગ્નિકાંડમાં મોત થયું છે.


