- બાર બાળકો સહિત 28 લોકોને ભરખી જનાર ગેમ ઝોનમાં પુરવઠા તંત્રની બેદરકારી
- ગેઇમ ઝોનમાં પેટ્રોલિયમના જથ્થા અંગે પુરવઠા તંત્રની ઘોર બેદરકારી
- નિર્દોષ લોકોના મોતને દુર્ઘટમા આરોપીઓ પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યા 72 કલાક છતાં પુરવઠા વિભાગ નિષ્ફળ
ગુજરાતના રાજકોટમાં થયેલ અગ્નિકાંડના પડઘા દેશભરમાં છે,સૌથી મહત્વની વાત છે કે,ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડિઝલનો જથ્થો ગેમઝોનમાં મૂકવામાં આવ્યો હતો,જે કાર રેસ થતી હતી તેમાં આ પેટ્રોલ-ડિઝલનો જથ્થો ઉપયોગમાં લેવામાં આવતો હતો.કલેટરના હસ્તક આવતા પુરવઠા વિભાગે પણ તપાસમાં કઈ ઢીલાશ મુકી છે તેવુ દેખાઈ આવે છે.ઘટનાને 72 કલાક કરતા વધુ સમય વિતી ગયો છે,તેમ છત્તા પુરવઠા વિભાગ શોધી શકયુ નથી કે,આ જથ્થો કયાંથી અને કોની લાવવામાં આવ્યો હતો.
પેટ્રોલિયમ એકટ શુ કહે છે
પેટ્રોલિયમ એન્ફોર્સમેન્ટ એક્ટ મુજબ 30 લીટરથી વધુ પેટ્રોલિયમ પદાર્થ રાખવા લાઇસન્સની જરૂર પડતી હોય છે. TRP ગેમ ઝોનના સંચાલકોએ મીડિયા અહેવાલ પ્રમાણે હજારો લિટર પેટ્રોલનો અને ડીઝલનો સંગ્રહ ગો-કાર્ટ ચલાવવા કર્યો હતો. તેનું કોઈ લાઇસન્સ લીધું ન હતું. IPCની કલમ 300ના કલોઝ 4 મુજબ કોઈપણ વ્યક્તિ જો કોઈ એવું કાર્ય કરે કે જેથી કોઈ વ્યક્તિના મૃત્યુની સંભાવના હોય તો તે હત્યાની કેટેગરીમાં આવે છે.
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગર ખાતે આજે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું સંભવત: સ્વર્ણીમ સંકુલ 2 ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ મામલે રચાયેલી એસઆઈટીના અધિકારીઓ હાજર રહેશે. અત્યાર સુધી કેસમાં થયેલી તપાસ, તપાસ દરમિયાન લેવાયેલા નિવેદન, અન્ય કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આખીયે ઘટનામાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
TRP ગેમ ઝોનનો મુખ્ય આરોપી આગમાં હોમાયો
TRP ગેમ ઝોનના મુખ્ય આરોપી પ્રકાશ જૈન પણ આ આગમાં હોમાઈ ગયા હતા. જોકે આ ઘટના બાદ મૃતદેહ ક્યાં પડ્યો તે જાહેર કરવામાં આવ્યું નહોતું. જ્યારે આજે સવારે જ તેમનો મૃતદેહ તેમના પરિવારે સોંપવામાં આવ્યો છે.


