- રાજયમાં આગામી 5 દિવસ ગરમી રહેશે યથાવત
- રાજયમાં પવનની ગતિ સારી રહેશે પણ વરસાદ નહીં પડે
- 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે,અગામી સમયમાં ગુજરાતમાં 5 દિવસ ગરમીથી રાહત રહેશે,તો કચ્છ, બનાસકાંઠામાં આંધીવંટોળ જેવી પવનની ગતિ રહેશે સાથે સાથે પાટણ અને સુરેન્દ્રનગરમાં પણ પવનની ગતિ આંધી જેવી રહેશે તો પવનની ગતિ 25થી 30 કિમીની રહેશે.5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં આજના તાપમાન પર નજર
અમદાવાદ 44.1 ડિગ્રી,ગાંધીનગર 43.4 ડિગ્રી,ભાવનગર 43.6 ડિગ્રી,સુરેન્દ્રનગર 42 ડિગ્રી,રાજકોટ 43 ડિગ્રી,આંણદ 42.3 ડિગ્રી,વડોદરા 40.6 ડિગ્રી,કચ્છ 41.7 ડિગ્રી,બનાસકાંઠા 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
માછીમાર દરિયો ના ખેડે
આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયામાં ડીપ સ્ટીપ પ્રેસર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે.
અંબાલાલની આગાહી 4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની કોઈ જ શક્યતાઓ નથી
અમદાવાદમાં ગઇકાલે નોંધાયેલું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ નોંધાયુ છે. ચામડી દઝાડતી ગરમીની સાથેસાથે અસહ્ય ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. આગામી એક સપ્તાહ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની કોઈ જ શક્યતાઓ ન હોવાના સંકેતો પણ હવામાન ખાતા દ્વારા અપાયા છે.


