- ભારતીય નૌકાદળને મળી નવી તાકાત
- ભારત અને ફ્રાંસની સરકારો વચ્ચે રાફેલ મરીન જેટને લઇ વાતચીત
- 26 રાફેલ મરીન જેટ ખરીદવા માટે ચર્ચા
પાકિસ્તાન અને ચીનને જડબાતોડ જવાબ આપવા માટે હવે ભારતીય નૌકાદળ રાફેલ-Mની તાકાત બતાવશે. 50 હજાર કરોડથી વધુના ખર્ચે 26 રાફેલ મરીન જેટ ખરીદવા માટે ભારત અને ફ્રાંસની સરકારો વચ્ચે 30 મેથી વાતચીત શરૂ થશે. આ વાટાઘાટો માટે એક ઉચ્ચ સ્તરીય ફ્રેન્ચ ટીમ ભારત આવશે.
શું છે Rafale Marineની ખાસિયત?
- રાફેલ મરીન ફાઈટર જેટને ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં હવાઈ હુમલા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
- આ વિમાન INS વિક્રાંત અને વિક્રમાદિત્ય પર તૈનાત કરવામાં આવશે.
- રાફેલ એમને એરક્રાફ્ટ કેરિયર્સ પર લેન્ડિંગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે .
- રાફેલ મરીનનું કદ વાયુસેનાના રાફેલ કરતા નાનું છે.
- આ વિમાનની પાંખો ફોલ્ડ કરી શકાય તેવી છે. તમને જણાવી દઈએ કે વાયુસેનાના રાફેલ વિમાનની પાંખો ફોલ્ડ નથી થઈ શકતી.
- આ એરક્રાફ્ટનું નિર્માણ પણ દસોલ્ટ એવિએશન દ્વારા કરવામાં આવ્યું છે.
- આ સિંગલ સીટર ફાઈટર જેટ છે.
- આ વિમાન સમુદ્રના ઊંડાણમાં પણ હુમલો કરવામાં સક્ષમ છે.
- આ વિમાનની લંબાઈ 15.30 મીટર, પહોળાઈ 10.90 મીટર અને ઊંચાઈ 5.30 મીટર છે.
- વિમાનનું વજન 10,500 કિલો છે.
- એરક્રાફ્ટની સ્પીડની વાત કરીએ તો આ એરક્રાફ્ટ 1389 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડવા માટે સક્ષમ છે. સાથે જ તે 50 હજાર ફૂટની ઊંચાઈને સ્પર્શી શકે છે.
F-16 અને J-20 કરતા વધુ સારી રાફેલ-M
રાફેલ-M એક મિનિટમાં 18 હજાર મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. આ વિમાન પાકિસ્તાન પાસે ઉપલબ્ધ F-16 અથવા ચીન પાસે ઉપલબ્ધ J-20 કરતાં ઘણું સારું છે. એરક્રાફ્ટની લડાઇ ત્રિજ્યા 3700 કિલોમીટર છે. વાયુસેનાના રાફેલની જેમ આ વિમાનમાં પણ હવામાં ઈંધણ ભરવાની ક્ષમતા છે.


