- તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસીનું મોત થયું હતું
- યુએનમાં સત્તાવાર રીતે આયિજત શ્રદ્ધાંજલી સભામાં અમેરિકા નહીં જોડાય
- અમેરિકા ઈબ્રાહિમ રઈસીને હજારો લોકોનાં હત્યારા માને છે
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીની હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા પછી પણ અમેરિકાના હૃદયમાં ઈરાન પ્રત્યે કડવાશ ઓછી નથી થઈ. અમેરિકાએ યુનોમાં આજે યોજાનાર ઈબ્રાહિમ રઈસીના શ્રદ્ધાંજલીનો બહિષ્કાર કરશે. એક અમેરિકી અધિકારએ આ અંગેની જાણકારી આપી હતી. 193 સભ્યોની યુનોની મહાસભામાં પારંપરિક રીતે કોઈપણ વિશ્વ નેતાને શ્રદ્ધાંજલી આપવાનો નિયમ છે. જે મોતના સમયે પોતાના દેશના પ્રમુખ રહ્યા હોય. આ ક્રમમાં આજે યુએનમાં ઈબ્રાહિમ રઈસી માટે શ્રદ્ધાંજલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં રઈસી અંગે ભાષણ પણ આપવામાં આવશે.
એક અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે અમે કોઈપણ હિસાબે આ કાર્યક્રમમાં સામેલ નહીં થઈએ. જો કે ન્યૂયોર્કમાં યુનોએ ઈરાનના મિશને ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. જણાવી દઈએ કે રઈસી એક કટ્ટરપંથી અને ઈરાનના સર્વોચ્ચ નેતા હતા. તાજેતરમાં પર્વતીય વિસ્તારમાં ખરાબ હવામાનને લીધે હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું.
ઈબ્રાહિમ રઈસીને અમેરિકાએ તકલીફ આપનાર કહ્યા
અમેરિકન અધિકારીએ જણાવ્યું કે યુનોએ ઈરાનના લોકોની સાથે ઊભા રહેવું જોઈ. દાયકા જૂની એક ઘટનાને યાદ કરવી જોઈએ. જે ભયાનક માનવાધિકાર હનનમાં સામેલ છે. વર્ષ-1988માં હજારો રાજનીતિક કેદીઓને ન્યાયના બદલે ફાંસીના માંચચે લટકાવી દીધા હતા. આ તમામ ઘટનામાં ઈબ્રાહિમ રઈસી સામેલ હતા. અધિકારીએ કહ્યું કે રેકોર્ડ પર સૌથી ખરાબ માનવાધિકારોના હનન રઈસીના કાર્યકાળમાં થયો. ઈરાનની મહિલાઓ અને યુવતીઓ વિરુદ્ધ ગુના આચરાયા. ઉલ્લેખનીય છે કે યુનોએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા રઈસી અને અન્ય પીડિતોની સ્મૃતિમાં 20મી મેના રોજ એક બેઠક યોજી હતી.
યુએનમાં એક મિનિટના આ મૌન કાર્યક્રમમાં અમેરિકી રાજદૂર રોબર્ટ વુડ અનિચ્છાથી પોતાના 14 સમકક્ષની સાથે ઊભા રહ્યા. પરંતુ રઈસીના મોત પર 20મેના રોજ અમેરિકી વિદેશ વિભાગે સત્તાવાર સંવેદના કરી હતી. જ્યારે વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ એ દિવસે કહ્યું આમાં કોઈ શંકા નથી કે આ એક એવી વ્યકિત હતી જેના હાથ ખૂબ લોહીથી ખરડાયેલા છે.


